ભાજપમાં પ્રમુખ બનવા કાંટે કી ટક્કર! ઝી 24 કલાક પાસે આવી ગયું પ્રબળ દાવેદારોનું લિસ્ટ
Gujarat BJP Organization Changes : ZEE 24 કલાક પાસે ભાજપ પ્રમુખ માટેના પ્રબળ દાવેદારોના નામ... ZEE 24 કલાક પાસે શહેર ભાજપના પ્રમુખ માટે પ્રબળ દાવેદારોના નામ... પ્રબળ દાવેદારોમાંથી કોઈ એકના નામ પર પાર્ટી મહોર મારી શકે
Trending Photos
Gujarat Poltiics ગાંધીનગર : ગુજરાત ભાજપમાં હવે આતુરતાથી નવા સંગઠનની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. કમુરતા ઉતરતા પહેલા ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના પ્રમુખોની જાહેરાત થવાની હતી, પરંતુ લાગે છે કે, તેમાં પણ હવે વિલંબ થશે. કમુરતા ઉતર્યા બાદ જ તેની જાહેરાત થઈ શકશે. ત્યારે ગાંધીનગર કમલમથી મોટી ખબર આવી છે.
ભાજપના નવા સંગઠનની જાહેરાતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખના નામો જાહેર થવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે. 33 જિલ્લા અને 8 મહાનગરના ભાજપ પ્રમુખ જાહેર થવામાં વિલંબ થઈ શકે છે. 1-2 દિવસ બાદ તેની જાહેરાત થઈ શકે છે. શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની ચર્ચા હાલ ચાલી રહી છે.
તો બીજી તરફ, દિલ્હી ગયેલા પ્રદેશના ચૂંટણી નિરીક્ષકનો દિલ્હી પ્રવાસ લંબાવાયો છે. જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો માટે કેન્દ્રીય ભાજપ સાથે ચર્ચા વિચારણા હજુ કરવાની બાકી હોવાનું કહેવાય છે. દિલ્હી હાઈકમાન્ડમાંથી લીલી ઝંડી મળ્યા બાદ ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખો નક્કી થશે. ત્યારે આ વચ્ચે ZEE 24 કલાક પાસે ભાજપ પ્રમુખ માટેના પ્રબળ દાવેદારોના નામની યાદી આવી ગઈ છે. જોઈ લો, કોની કોની વચ્ચે ફાઈનલ ટક્કર થવાની છે.
ભાજપ શહેર પ્રમુખ માટે પ્રબળ દાવેદારો
અમદાવાદ શહેર પ્રમુખ
અમિત શાહ ભાજપ શહેર પ્રમુખ અને MLA
ડૉ ઋત્વિજ પટેલ નેતા ભાજપ
હિતેશ બારોટ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
વડોદરા શહેર પ્રમુખ
જીગર ઇનામદાર - ભાજપ નેતા
ડૉ હિતેન્દ્ર પટેલ - પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન
રાજકોટ શહેર પ્રમુખ
કશ્યપ શુક્લ પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન
પૂર્વ મેયર ડો.જયમન ઉપાધ્યાય,
સુરત શહેર પ્રમુખ
નીરંજન ઝાંઝમેરા શહેર ભાજપ પ્રમુખ - સૌરાષ્ટ્રવાસી ઓબીસી
પરેશ પટેલ કોર્પોરેટર અને પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન
અમિત શાહ નિમણૂંક અંગે ચર્ચા કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવનારા છે. 14,15,16 જાન્યુઆરી ત્રણ દિવસ અમિત શાહ ગુજરાત આવશે. તેઓ ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 2-3 જગ્યાએ પતંગોત્સવમા હાજરી આપશે. ભાજપ સંગઠન નવ રચના વચ્ચે અમિત શાહનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. ત્યારે ભાજપ સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ સંભવ છે.
રાજકોટ પુનરાવર્તન થશે કે પરિવર્તન
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે પુનરાવર્તન કે પરિવર્તન તેના પર સૌની નજર છે. કાર્યકરોમાં એક જ ચર્ચાઓ 29 દાવેદારોમાંથી કોણ પ્રમુખ બનશે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી રિપીટ ન થાય તેવા એક જૂથના પ્રયાસો ચાલી રહ્યાં છે. તો મુકેશ દોશી રિપીટ ન થાય તે માટે એક સમયના સામસામે જૂથે હાથ મિલાવી દીધાની ચર્ચાઓ વહેતી થઈ છે. મુકેશ દોશી સામે ભાજપના પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયર અને પૂર્વ હોદેદારોએ મોરચો માંડ્યો છે. શહેર ભાજપના વર્તમાન હોદ્દેદારોએ 22 જેટલા અસંતુષ્ટો સામે પ્રદેશમાં ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો છે. ફોર્મ ભર્યાના બીજા જ દિવસે ભાજપ ના જુના અગ્રણીઓએ પ્રદેશના અગ્રણીઓને પોતાનો રોષ ઠાલાવ્યો હતો. તો બે જૂથો વચ્ચેની લડાઈમાં ત્રીજો ફાવી જાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે