વાહનોની બેટરી ચોરીના કૌભાંડનો પર્દાફાશ, ચીરીની 8 બેટરી સાથે એક આરોપીની ધરપકડ
ભારે વાહનોની બેટરી ચોરી કરતા એક શખ્સને ઝડપી નરોડા પોલીસે અનેક બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. નરોડા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૂકેલી ટાટા આઇવાના 8 ડમ્પરમાંથી અલગ અલગ કંપનીની આઠ બેટરીઓ ચોરી થઈ હતી
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: ભારે વાહનોની બેટરી ચોરી કરતા એક શખ્સને ઝડપી નરોડા પોલીસે અનેક બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. નરોડા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૂકેલી ટાટા આઇવાના 8 ડમ્પરમાંથી અલગ અલગ કંપનીની આઠ બેટરીઓ ચોરી થઈ હતી. જોકે પોલીસે બેટરી રીસીવરની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.
નરોડા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં દેખાતા આરોપી નામ સોહનલાલ ગુર્જર છે. આરોપી મૂળ રાજસ્થાનના ભીલવાડા રહેવાસી છે, પણ છેલ્લા કેટલાય સમયથી અમદાવાદનાં નરોડા વિસ્તારમાં હવે હંસપુરા ગામમાં એક ખેતરમાં રહે છે. છેલ્લા 4 મહિનાથી હંસપુરા પાસે સ્ક્રેપનો ધંધો કરે છે.
આ પણ વાંચો:- Acid Attack: અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન પર એસિડ એટેક, પોલીસ દોડતી થઇ
નરોડા પોલીસે બાતમીના આધારે સ્ક્રેપના વેપારીને ત્યાં રેડ કરી તપાસ કરતા સ્ક્રેપના ગોડાઉનમાંથી 8 બેટરીઓ મળી આવી હતી. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, આરોપીએ એક પેન્ડલ રીક્ષા વાળા જોડેથી આ બેટરીઓ 55 રૂપિયા કિલોના ભાવે લીધી હતી અને તેની સામે આરોપી સોહન લાલે પેન્ડલ રીક્ષાવાળાને 13 થી 14 હજાર રૂપિયા આપ્યા હતા.
હકીકતમાં આ 8 બેટરીઓની કિંમત 75 હજારથી વધુ હતી. પરંતુ વધુ પૈસા કમાવવા લાલચે આરોપીએ બેટરીઓ લઇને ગોડાઉનમાં છુપડી હોવાનું સામે આવ્યું છે. નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી બેટરી ચોરનાર પેંડલ રીક્ષાવાળા આરોપીની તાપસ શરૂ કરી છે. બેટરી ચોરનાર આરોપીની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસ સામે આવી શકે તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે