વડોદરાની પોળોમાં કોરોના પહોંચ્યો, મંત્રી યોગેશ પટેલના ભાભીને લાગ્યો ચેપ
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :અમદાવાદ બાદ વડોદરામાં કોરોના (corona virus) કહેર વધી રહ્યો છે. આજે વડોદરામાં વધુ 8 કેસ પોઝિટિવ આવ્યા છે. 7 શહેર માં અને એક ડભોઈ તાલુકાનો તેમાં સમાવેશ થાય છે. આ સાથે જ વડોદરા (vadodara) મા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 133 થઈ ગઈ છે. આ સાથે જ નવાપુરા અને વાડી વિસ્તારમાં પહેલીવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. 4 નાગરવાડા, 1 વાડી, 1 સલાવાડા, 1 નવાપુરા અને 1 ડભોઇ નો કેસ છે. તો બીજી તરફ, વડોદરાના પોળ વિસ્તારમાં પણ કોરોના પહોંચી ગયો છે. અમદાવાદી પોળની લેઉઆ શેરીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલની ભાભીનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ જ અમદાવાદી પોળમાં યોગેશ પટેલ પણ રહે છે. અમદાવાદી પોળને તંત્રએ પતરા લગાવી સીલ કરી દીધી છે.
અમદાવાદની પોળની લેઉઆ શેરીમાં રહેતા અને પૂર્વ કાઉન્સિલર પ્રણવ પટેલના પત્ની સિદ્ધિબેન પટેલ (ઉવ.54)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિદ્ધીબેન પટેલ યોગેશ પટેલના ભાભી થાય. તેઓને છેલ્લા ત્રણ દિવસથી ટાઈફોઈડ હતો. જેના બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વડોદરામાં રોજ નવા નવા વિસ્તારો કોરોનાની ઝપેટમાં આવતા જાય છે. ત્યારે આજે વાડી અને ડભોઈ વિસ્તારોનો ઉમેરો થયો છે. તો નાગરવાડા હજી પણ ડેન્જર ઝોન બની રહ્યું છે. આ વિસ્તારમાં હજી પણ કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લેતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે