ક્યાંક ભોજનમાંથી કીડા, તો ક્યાંક પીઝામાંથી મરેલા મકોડો! આ બે શહેરોમાં થયો ગ્રાહકને કડવો અનુભવ
જામનગરમાં જાણીતી પિઝ્ઝા ફ્રેન્ચાઈઝીમાંથી નિકળ્યો મૃત મંકોડો. પાપા લુઈઝ પિઝામાં ગયેલા ગ્રાહકને થયો કડવો અનુભવ..જામનગરની ફૂડ શાખાએ લીધા સેમ્પલ. તો વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નિકળતા વિદ્યાર્થીઓમાં રોષ..વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી નોંધાવ્યો વિરોધ. વારંવાર ભોજનમાંથી જીવાત નિકળતી હોવાની ફરિયાદ કરી.
Trending Photos
ઝી બ્યુરો/જામનગર/વડોદરા: રાજ્યમાં ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી હજુ પણ જીવાત નીકળવાનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે જામનગર અને વડોદરામાં વંદો અને જીવાત નીકળ્યા હોવાની વાત સામે આવી છે. જામનગરમાં જાણીતી પિઝ્ઝા ફ્રેન્ચાઈઝીમાંથી મૃત મંકોડો નિકળ્યો છે. જી હા...પાપા લુઈઝ પિઝામાં ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. જેના કારણે જામનગરની ફૂડ શાખાએ સેમ્પલ લીધા છે. વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નિકળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો છે. વારંવાર ભોજનમાંથી જીવાત નિકળતી હોવાની ફરિયાદ કરી છે.
જામનગરમાં જાણીતી પિઝ્ઝા ફ્રેન્ચાઈઝીમાંથી નિકળ્યો મૃત મંકોડો
જામનગરમાં જાણીતી પિઝ્ઝા ફ્રેન્ચાઈઝીમાંથી મૃત મંકોડો નિકળ્યો છે. પાપા લુઈઝ પિઝામાં ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. જામનગરની ફૂડ શાખાએ સેમ્પલ લીધા છે. જામનગરમાં પાપા લુઇઝ પીઝાની ચિપ્સમાંથી મૃત મકોડો નીકળ્યો હતો. જે સંદર્ભે ગ્રાહકે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ કરી હતી. જેના કારણે ફૂડ શાખા દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. વાનગીમાંથી વાળ નિકળ્યા બાદ હવે મંકોડો નિકળ્યો છે. સેમ્પલની તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વિરલ ભદ્રા નામના ગ્રાહકે ફૂડ શાખામાં ફરિયાદ કરી હતી.
વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાંથી જીવાત
વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાં કીડા નીકળ્યા છે. વારંવાર ભોજનમાંથી જીવાત નીકળવાની રાવ સામે આવી છે. ભોજનમાંથી કીડો નીકડતા વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા. તેમજ વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો છે. શહેરમાં અભ્યાસ કરવા બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ બનાવી છે.
ઉલ્લેખનીય છે કે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે. વિદ્યાર્થીઓના જમવામાંથી વારંવાર ઇયળ, વંદા, માખી જેવા જીવજંતુઓ નીકળતાવી હોવાની ફરિયાદ સામે આવતી રહે છે. અનેક વાર વિધાર્થીઓ દ્વારા તંત્રને આ અંગે રજૂઆત કરી હોવા છતાં સમસ્યા વકરી રહી છે ત્યારે આખરે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. જેમાં સમા ઐયપ્પા ખાતે આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેઠા તે સમયે જ જમવામાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે