સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ

અધિકારીઓ અને નેતાઓ તો પરિપત્રનું બહાનું કાઢી રહ્યા છે પરંતુ, સવાલ એ છેકે, ક્યાં સુધી પરિપત્રના નામે પદાધિકારીઓ વીઆઈપી કલ્ચર ભોગવતા રહેશે.
 

  સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ

રવિ અગ્રવાલ, વડોદરાઃ અધિકારીઓ અને નેતાઓમાંથી VIP કલ્ચર નાબૂદ કરી દેવાનો દાવો તો ક્યારનો કરી દેવાયો છે.. પરંતુ, અધિકારીઓને આનો મોહ છૂટતો નથી.. હાલમાં જ વીઆઈપી કલ્ચરનો તાજો જ દાખલો આપણને રાજકોટનો જોવા મળ્યો.. જોકે, હવે ફરીથી એકવાર અધિકારીઓમાં VIP કલ્ચરની ઘટના સામે આવી છે.. જી હાં, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હજુ પણ પોતાની ગાડીમાં સાયરન લગાવીને પોતાનો દબદબો દેખાડી રહ્યા છે.. જોકે, મીડિયા સવાલ કરે તો માત્ર ઢોંગ જ કરે છે.. જુઓ આ રિપોર્ટ.. 

અધિકારીઓ અને નેતાઓના મગજમાંથી VIP કલ્ચરનું દૂષણ હજુ પણ દૂર નથી થઈ રહ્યો. આનો વધુ એક પુરાવો વડોદરામાંથી સામે આવ્યો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડક, મ્યુનિ સેક્રેટરી સહિતના પદાધિકારીઓના વાહન પર સાયરન લગાવ્યા છે.. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના હોદ્દેદારોએ સરકારી વાહનો ઉપર સાયરન લગાવવાના મામલે શહેરના નામાંકિત એડવોકેટ અને બે જાગૃત નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કોર્પોરેશનમાં પોલીસ બોલાવી હતી.. જે બાદ આવી પહોંચેલા અધિકારીએ સાયરન લગાડવા અંગેના નિયમોને લઇને તેઓ અસ્પષ્ટ હોવાનું આડતકરી રીતે જણાવ્યું હતું.. 

અનધિકૃત રીતે પાલિકાના હોદ્દેદારો સરકારી વાહન પર સાયરન લગાવી ખુલ્લેઆમ ફરે છે.. ટ્રાફિક પોલીસ કે RTO કોઈ કાર્યવાહી કરી નથી રહી.. વાઈસ ચાન્સેલરના વાહન પરથી જો સાયરન ઊતરતું હોય તો પાલિકાના હોદ્દેદારોના વાહન પરથી કેમ નહીં? તેવા સવાલો ઉઠાવ્યા હતા.. જો કે, આ મામલો ઉઠાવનાર લડત આપવા માટે મક્કમ હતા.. જેના પડઘા પણ પડ્યા અને પાલિકાના વ્હીકલ પુલ ખાતે સરકારી વાહનો પરથી સાયરન દૂર કરવામાં આવ્યા હતા.. 

અધિકારીઓ અને નેતાઓ તો પરિપત્રનું બહાનું કાઢી રહ્યા છે પરંતુ, સવાલ એ છેકે, ક્યાં સુધી પરિપત્રના નામે પદાધિકારીઓ વીઆઈપી કલ્ચર ભોગવતા રહેશે.

મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા વર્ષ 2013થી જ પોતાના વાહનોમાં આ રીતે સાયરન લગાવ્યા છે.. સવાલ એ પણ છેકે, અત્યાર સુધી જાતે જ વાહનોમાંથી સાયરન દૂર કરવાનો ખ્યાલ કેમ કોઈપણ પદાધિકારીને ના આવ્યો..

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news