ભારતના આ 2 મોટા શહેર નષ્ટ થવાનું જોખમ, જો Asteroid અથડાય તો કેવી થાય હાલત? AI Videoથી મળી હિંટ
Asteroid 2024 YR4 Earth Collision AI Video: એસ્ટેરોઈડ ધરતી સાથે અથડાય તો કેવી સ્થિતિ પેદા થઈ શકે તેને એક એઆઈ વીડિયો દ્વારા સમજાવવામાં આવ્યું છે. અથડામણ અંગે નાસાનું એક એલર્ટ પણ સામે આવ્યું છે. જાણો અપડેટ.
Trending Photos
NASA Latest Alert on Asteroid 2024 YR4: એસ્ટેરોઈડ 2024 YR4 પૃથ્વી સાથે અથડાય તેનું જોખમ વધી રહ્યું છે. અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ પહેલા એવું અનુમાન લગાવ્યું હતું કે એસ્ટેરોઈડની પૃથ્વી સાથે અથડાવવાની આશંકા લગભગ 1 ટકા જેટલી છે પરંતુ હવે આ જોખમ વધીને 2.3 ટકા થયું છે. જ્યારે આ ટક્કર જો થાય તો સ્થિતિ કેવી ઊભી થાય તે દર્શાવતો એક AI વીડિયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. અંતરિક્ષ વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ એસ્ટેરોઈડ વ્યાસ 130થી 330 પૂટ વચ્ચે હોવાનું અનુમાન છે. જો તે અથડાય તો તે 10.6 માઈલ (17 કિલોમીટર) પ્રતિ સેકન્ડની ઝડપથી અથડાઈ શકે છે. આ સ્પીડ લગભગ 38028 (61200 કિલોમીટર) પ્રતિ કલાક બરાબર છે.
અથડામણ બાદ પૃથ્વીના વાયુમંડળમાં એક હવાઈ વિસ્ફોટ થવાની સંભાવના વધુ છે. જેનાથી લગભગ 8 મિલિયન ટન TNT જેટલી ઉર્જા નીકળશે. જે હિરોશીમા પર પાડવામાં આવેલા બોમ્બથી નીકળેલી ઉર્જાથી 500 ગણી વધુ હશે. 22 ડિસેમ્બર 2032ની સવારે લગભગ 9 વાગે આ અથડામણ થઈ શકે છે. આ દરમિયાન એસ્ટેરોઈડ ધરતીથી એક લાખ 6 હજાર કિલોમીટના અંતરે હશે. અમેરિકા, ચીન, ભારત સહિત દુનિયાભરની સ્પેસ એજન્સીઓ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ જોખમની સતત નિગરાણી કરી રહ્યા છે.
🚨#BREAKING: NASA officials now report a 2.6% chance of an asteroid striking Earth in 2032, up from 2.2% yesterday and previously at 2.4%. This equates to a 1 in 38 chance of impact, with a 97.4% likelihood that the asteroid will miss. The asteroid is estimated to be between 130… pic.twitter.com/fsex0BRRu4
— R A W S A L E R T S (@rawsalerts) February 18, 2025
એસ્ટેરોઈડથી આ શહેરોનો થઈ શકે છે નાશ
ફોર્બ્સના રિપોર્ટ મુજબ એસ્ટેરોઈડ 2024 YR4 એક શહેરને નષ્ટ કરવા માટે ખુબ મોટો છે. તે પૂર્વી પ્રશાંત મહાસાગર, ઉત્તરી દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, આફ્રિકા, અરબ સાગર અને દક્ષિણ એશિયામાંથી કોઈ પણ ભાગમાં અથડાઈ શકે છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈથિયોપિયા, સૂડાન, નાઈજીરિયા, વેનેઝુએલા, કોલંબિયા અને ઈક્વાડોર જેવા દેશો પર તેનું જોખમ તોળાઈ રહ્યું છે.
આ દેશોના મોટા શહેરો બોગોટા, આબિદઝાન, લાગોસ, ખાર્તૂમ, મુંબઈ, કોલકાતા, અને ઢાકા એસ્ટેરોઈડની અથડામણથી નાશ થઈ શકે છે. યુરોપની અંતરિક્ષ એજન્સીના ગ્રહ રક્ષા કાર્યાલયના પ્રમુખ રિચર્ડ મોઈસ્લ કહે છે કે એસ્ટેરોઈડથી જો કે હાલના સમયમાં કોઈ સંકટ નથી. આ ડાયનાસોરનો હત્યારો નથી. તે ધરતી ગ્રહનો હત્યારો નથી. પરંતુ તે એક શહેરને ખતમ કરવા માટે સક્ષમ છે.
NEW: NASA has increased the chance a major asteroid smashes into Earth in 2032, now giving it a 3.1% chance, up from 2.6% last week.
NASA says the odds the asteroid hits Earth is 1 in 32. It is big enough to wipe out an entire city.
The large cities with the highest risk are… pic.twitter.com/WHVsiGsieT
— Collin Rugg (@CollinRugg) February 18, 2025
એસ્ટેરોઈડ 2024 Yr4 પૃથ્વી સાથે અથડાશે તો?
ડરહમ યુનિવર્સિટીના ભૌતિક વિભાગના ડો. રિચર્ડ જે વિલમેને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે વર્ષ 1908માં તુંગુસ્કામાં એસ્ટેરોઈડની ધરતી સાથે અથડાવવાની ઘટના ઘટી હતી. લગભગ 100 મીટર વ્યાસવાળી એક વસ્તુ વાયુમંડળમાં પ્રવેશ કરી ગઈ અને એક હવાઈ વિસ્ફોટ તરીકે ફાટી. જેનાથી સાઈબેરિયન જંગલનો 2000 વર્ગ કિલોમીટરનો વિસ્તાર નષ્ટ થઈ ગયો હતો. જેમ કે વિલમેન કહે છે કે કે તે લંડનની આસપાસ M25 મોટરવેની અંતરનો વિસ્તાર છે. એસ્ટેરોઈડ 2024 Yr4 પૃથ્વી સાથે અથડાયા પહેલા જ ફાટી જાય તો પૃથ્વી સાથે અથડાય ત્યારે ખાડો પડી શકે છે. જેનો આકાર એસ્ટેરોઈડના આકાર પર નિર્ભર કરે છે. પરંતુ સામાન્ય નિયમ મુજબ ખાડાનો આકાર પ્રભાવકારી પિંડના આકારથી લગભગ 20 ગણો મોટો હોય છે.
An asteroid between about 130 and 300 ft. (40 and 90 meters) in diameter has been given a 2.3% chance of it hitting Earth on Dec. 22, 2032. https://t.co/1ckzumjooJ https://t.co/1ckzumjooJ
— Forbes (@Forbes) February 19, 2025
આથી 100 મીટર વ્યાસવાળો એસ્ટેરોઈડ હોય તો તમને 2 કિલોમીટર વ્યાસવાળો ખાડો જોવા મળશે. જો કે 2024 YR4 પૃથ્વી સાથે બિલકુલ પણ ટકરાશે નહીં, પરંતુ ગ્રહ રક્ષા સમુદાયએ હવે એવા દેશો વિશે વિચારવું પડશે જ્યાં સુનામી કે કોઈ એર વિસ્ફોટ થઈ શકે છે. જો 2024 YR4 સીધો રણમાં પટકાય કે સમુદ્ર ઉપર ફાટે તો તેનો કોઈ પ્રભાવ નહીં પડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે