PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટનું સફળ લેન્ડિંગ, સૌરાષ્ટ્રને મળશે મોટી ભેટ

રાજકોટ એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલુ વિમાન હિરાસર એરપોર્ટ પર સફળતા પૂર્વક લેન્ડ થયું હતું. દિલ્હીથી આવેલી એરપોર્ટ ઓથોરિટીની ટીમ અને કલેક્ટરે એરપોર્ટના કામની સમીક્ષા કરી હતી. આવતીકાલ સુધી બે દિવસ ટેસ્ટિંગ કરવામાં આવશે.

PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટનું સફળ લેન્ડિંગ, સૌરાષ્ટ્રને મળશે મોટી ભેટ

ઝી બ્યુરો/રાજકોટ: સૌરાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ મળવા જઈ રહી છે. રાજકોટના હિરાસર એરપોર્ટ પર ફ્લાઈટનું સફળ લેન્ડિંગ કરાયું છે. એરપોર્ટ ઓથોરિટી, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી મોદીના હસ્તે હીરાસર એરપોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આજથી બે દિવસ સુધી એરપોર્ટ પર લેન્ડિંગનું ટ્રાયલ કરાશે. 

રાજકોટ એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલુ વિમાન હિરાસર એરપોર્ટ પર સફળતા પૂર્વક લેન્ડ થયું હતું. દિલ્હીથી આવેલી એરપોર્ટ ઓથોરિટીની ટીમ અને કલેક્ટરે એરપોર્ટના કામની સમીક્ષા કરી હતી. આવતીકાલ સુધી બે દિવસ ટેસ્ટિંગ કરવામાં આવશે.

— Collector Rajkot (@CollectorRjt) March 4, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટિગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ એરપોર્ટ ખાતે ત્રણ કિલોમીટરનો રનવે તૈયાર થઈ જતા ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ, સિસ્ટમ, નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ અને એટીસી ટાવરની મદદથી સેલિબ્રેશન ફ્લાઇટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. સેલિબ્રેશન ફ્લાઈટ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયમાં ફ્લાઈટ લેન્ડીંગને ધ્યાનમાં રાખીને કેલિબ્રેશનની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવી છે. 

એરપોર્ટ ખાતે ત્રણ કિલોમીટરનો રન-વે તૈયાર થઈ ગયો છે. એરપોર્ટ ખાતે હાલમાં ટર્મીનલ-1-2 લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઇલ ટાવર, કોમ્યુનિકેશન અને એમ.ટી. બિલ્ડીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.  3 કિ.મી.નો રન-વે તૈયાર થઇ જતા હવે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સીસ્ટમ અને નેવિગેશન કન્ટ્રોલ સીસ્ટમ અને એ.ટી.સી ટાવરની મદદથી કેલિબ્રેશન ફલાઇટ ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news