27 ફેબ્રુઆરીથી આ જાતકોની આવક થઈ જશે ડબલ, કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાથી ચમકી જશે ભાગ્ય

trigrahi yog: કુંભ રાશિમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગથી કેટલાક જાતકોને લાભ મળવાનો છે. આવો જાણીએ...

1/8
image

Astrology News: જ્યોતિષમાં ગ્રહોના રાશિ પરિવર્તન કરવાથી ઘણા પ્રકારના યોગ બને છે. સમય-સમય પર દરેક ગ્રહ કોઈને કોઈ એવી રાશિમાં પ્રવેશ કરે છે, જ્યાં અન્ય ગ્રહ હાજર હોય છે. આ રીતે જ્યારે બે કે તેથી વધુ ગ્રહ એક રાશિમાં રહે છે તો યુતિ બને છે. ફેબ્રુઆરીમાં પણ આવી યુતિ બનવા જઈ રહી છે. કુંભ રાશિમાં 27 ફેબ્રુઆરીએ ત્રિગ્રહી યોગ બનશે. રાત્રિના સમયે જ્યારે કુંભ રાશિથી બુધ મીન રાશિમાં ગોચર કરશે તો કુંભમાં સૂર્ય, ચંદ્રમા અને શનિની યુતિ બનશે. તો મીનમાં શુક્ર, રાહુ અને બુધ યુતિ બનાવશે. કુંભમાં બની રહેલા આ ત્રિગ્રહી યોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે. આ જાતકોની આવક ડબલ થવાની સંભાવના છે. આવો જાણીએ ત્રિગ્રહી યોગથી કયા જાતકોને લાભ મળશે.

મેષ રાશિ

2/8
image

કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનો પ્રભાવ મેષ રાશિના જાતકો પર જોવા મળી શકે છે. આ તેના માટે ધન પ્રાપ્તિનો સમય છે. તેને નવી નોકરી, વેપારમાં લાભ અને રોકાણથી સારૂ રિટર્ન મળી શકે છે. તેની કરિયર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વેપારમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. 

વૃષભ

3/8
image

વૃષભ રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે. ત્રિગ્રહી યોગની કૃપાથી તેના કરિયરમાં પ્રગતિ થશે અને જૂના રોકાણથી સારો લાભ મળશે. તેની આવકમાં વધારો થવાનો છે. ગ્રહોના શુભ પ્રભાવથી આર્થિક લાભ થશે. વેપારમાં પણ આર્થિક વૃદ્ધિનો લાભ મળશે. નોકરી સાથે જોડાયેલા મામલામાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે.   

સિંહ રાશિ

4/8
image

સિંહ રાશિના જાતકો માટે પણ ત્રિગ્રહી યોગ લાભદાયક રહેવાનો છે. ખાસ કરીને કરિયર અને વેપારમાં નવી યોજનાઓ તેના માટે સારી તક લાવશે, જેનાથી તેની આવકમાં વધારો થશે. વેપાર કરી રહેલા જાતકોને લાભ મળશે. જે નોકરી શોધી રહ્યાં છે તેને સારા સમાચાર મળશે. કાર્યક્ષેત્રમાં તમને સન્માન મળશે.   

તુલા રાશિ

5/8
image

તુલા રાશિના જાતકોને આ યોગ દરમિયાન આર્થિક મામલામાં સફળતા મળશે. તેના પ્રોફેશનલ જીવનમાં પ્રગતિ થશે અને તેને નવી તક મળશે, જેથી આવકમાં વધારો થશે. આ રાશિના જાતકો પર શનિ દેવની કૃપા થશે. તેના આશીર્વાદથી તમને કરિયરમાં વિશેષ લાભ મળશે. અટવાયેલા અને અધુરા કામ પૂરા થશે. જીવનમાં ખુશીઓ આવશે. શુભ કાર્યોમાં સફળતા મળશે. વેપાર સાથે જોડાયેલા લોકોને નવો પ્રોજેક્ટ મળી શકે છે.   

ધન રાશિ

6/8
image

ધન રાશિના લોકોને આ દરમિયાન નવી તક મળશે. તેની આવકના સ્ત્રોત વધશે અને સાથે જૂના મામલામાં સફળતા મળવાથી આવક ડબલ થઈ શકે છે. ભાગ્ય સારૂ રહેશે. નોકરી કરનાર લોકોને નવી નોકરીની તક મળી શકે છે. આર્થિક લાભ અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. 

મકર રાશિ

7/8
image

મકર રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ શુભ સાબિત થઈ શકે છે. આ સમય તેના માટે વિશેષ રૂપથી સારો રહેશે કારણ કે તે નવા રોકાણ અને વ્યાવસાયિક યોજનાઓમાં સારો લાભ કમાઈ શકે છે. જે લોકો સરકારી સેવાના ક્ષેત્રમાં છે તેને નવી તક મળશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. કરિયરમાં શાનદાર તક મળશે.

ડિસ્ક્લેમર

8/8
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.