Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ, જાણો શું છે મામલો ?

Udit Narayan: ઉદિત નારાયણના જીવનમાં હાલ એક પછી એક સમસ્યાઓ ચાલી રહી છે. ફીમેલ ફેનને કિસ કરવાનો વિવાદ હજુ તો શાંત જ થયો છે ત્યાં જ વધુ એક સમસ્યા શરુ થઈ છે. આ વખતે તો ઉદિત નારાયણને કોર્ટના ચક્કર લગાવવા પડ્યા છે.

Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ, જાણો શું છે મામલો ?

Udit Narayan: લાગે છે કે બોલીવુડના પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણનો ખરાબ સમય ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ ઉદિત નારાયણ એક લાઈવ કોન્સર્ટ પછી વિવાદમાં ફસાઈ ગયા હતા. લાઈવ કોન્સર્ટ દરમિયાન ઉદિત નારાયણ નજીક સેલ્ફી લેવા આવેલી એક યુવતીને સિંગરે કિસ કરી લેતા ભારે વિવાદ થયો હતો. આ વિવાદ હજુ તો માંડ શાંત થયો છે ત્યાં જ ઉદિત નારાયણ ફરીથી વિવાદમાં ફસાયા છે. આ વખતે તો તેને કોર્ટના ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. 

ઉદિત નારાયણને લઈને ખબર સામે આવી છે કે ઉદિત નારાયણને કોર્ટમાં હાજરી આપવી પડી છે. કોર્ટના આ ચક્કર શરૂ થવા પાછળ ઉદિત નારાયણની પહેલી પત્ની રંજના ઝાનો કેસ જવાબદાર છે. ચર્ચાઓ એવી છે કે ઉદિત નારાયણ શુક્રવારે કોર્ટમાં હાજર પણ થયા હતા. 

સમગ્ર મામલો એવો છે કે વર્ષ 2022માં ઉદિત નારાયણની પહેલી પત્ની રંજના ઝાએ તેના પર મેન્ટેનન્સ ન આપવાનો આરોપ લગાવીને કેસ કરી દીધો હતો. કોર્ટમાં રંજના ઝાએ દાવો કર્યો હતો કે ઉદિત નારાયણ તેના અધિકારોનું હનન કરે છે. આરોપ એવો પણ છે કે ઉદિત નારાયણ એ નેપાળમાં રહેલી તેની 18 લાખની જમીન પણ પોતાની કરી લીધી છે. આ મામલે હવે ઉદિત નારાયણને કોર્ટના ચક્કર લગાવવા પડી રહ્યા છે. મહત્વનું છે કે રંજના ઝા સાથે ઉદિત નારાયણ એ 1984 માં લગ્ન કર્યા હતા. 

મુંબઈ આવ્યા પછી ઉદિત નારાયણ એ રંજના ઝાને પોતાની પત્ની માનવાથી ઇનકાર કરી દીધો અને વિવાદ થઈ ગયો. રંજના ઝા એ ઉદિત નારાયણ પર કેસ કર્યો હતો. આ કેસ પણ ત્રણ વર્ષથી ચાલે છે. જેમાં પહેલી વખત ઉદિત નારાયણને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news