Ind vs Pak : ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ

Ind vs Pak : રવિવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત જંગ ખેલાશે. બંને દેશો વચ્ચેની આ શાનદાર મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે. ODI ફોર્મેટની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ ટીમ ઈન્ડિયા સામે ટકી શકે તેમ નથી. ત્યારે આ લેખમાં બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 10 વન ડે મેચોના રેકોર્ડ વિશે જાણીશું, જેનાથી ખ્યાલ આવશે કઈ ટીમનું પલડું ભારે છે. 

Ind vs Pak : ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ

Ind vs Pak : રવિવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત જંગ ખેલાશે. બંને દેશો વચ્ચેની આ શાનદાર મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે. ODI ફોર્મેટની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ ટીમ ઈન્ડિયા સામે ટકી શકે તેમ નથી. ટીમ ઈન્ડિયાના વર્તમાન ફોર્મ સામે પાકિસ્તાનની ટીમ હારેલી દેખાઈ રહી છે. ટીમ ઈન્ડિયા ભૂતકાળમાં ODI વર્લ્ડ કપ, એશિયા કપ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનો સામનો કરી ચુકી છે.

છેલ્લી 10 ODI મેચોમાં આવો છે રેકોર્ડ 

છેલ્લી 10 ODI મેચોમાં ભારતે પાકિસ્તાન સામે 7 મેચ જીતી છે. આ સાથે જ પાકિસ્તાનની ટીમે પણ ભારતને બે મેચમાં હરાવ્યું છે. આ સિવાય 1 મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 મહિના બાદ વનડે મેચ રમાશે. આ પહેલા ભારત અને પાકિસ્તાન 2023 વર્લ્ડ કપમાં ODI ફોર્મેટમાં સામસામે આવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારત અને પાકિસ્તાનની ટીમો હવે માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. 2012થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી.

ભારત અને પાકિસ્તાન ODIમાં છેલ્લે ક્યારે ટકરાયા હતા ?

14 ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદમાં રમાયેલી છેલ્લી વર્લ્ડ કપ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા જ્યારે મોહમ્મદ રિઝવાને 49 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ઈમામ ઉલ હકે 36 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 30.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 86 રન બનાવ્યા. રોહિત શર્માની ઇનિંગ્સમાં 6 ફોર અને 6 સિક્સર સામેલ હતી. રોહિત શર્મા સિવાય શ્રેયસ અય્યરે 53 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેએલ રાહુલે 19 રન બનાવ્યા હતા. શુભમન ગિલ અને વિરાટ કોહલીએ 16-16 રન બનાવ્યા હતા.

છેલ્લી 10 ODI મેચોમાં ભારત અને પાકિસ્તાનનો રેકોર્ડ

  1. ભારત vs પાકિસ્તાન - ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું (14 ઓક્ટોબર 2023, અમદાવાદ)
  2. ભારત vs પાકિસ્તાન - ભારતે પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું (10-11 સપ્ટેમ્બર 2023, કોલંબો)
  3. ભારત vs પાકિસ્તાન – વરસાદને કારણે મેચ સમાપ્ત થઈ (2 સપ્ટેમ્બર 2023, કોલંબો)
  4. ભારત vs પાકિસ્તાન – ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું (16 જૂન 2019, માન્ચેસ્ટર)
  5. ભારત vs પાકિસ્તાન - ભારતે પાકિસ્તાનને 9 વિકેટે હરાવ્યું (23 સપ્ટેમ્બર 2018, દુબઈ)
  6. ભારત vs પાકિસ્તાન - ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું (19 સપ્ટેમ્બર 2018, દુબઈ)
  7. ભારત vs પાકિસ્તાન - પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું (18 જૂન 2017, લંડન)
  8. ભારત vs પાકિસ્તાન - ભારતે પાકિસ્તાનને 124 રનથી હરાવ્યું (4 જૂન 2017, બર્મિંગહામ)
  9. ભારત vs પાકિસ્તાન – ભારતે પાકિસ્તાનને 76 રનથી હરાવ્યું (15 ફેબ્રુઆરી 2015, એડિલેડ)
  10. ભારત vs પાકિસ્તાન - પાકિસ્તાને ભારતને 1 વિકેટથી હરાવ્યું (2 માર્ચ 2014, મીરપુર)

અદાણીની આ કંપનીએ શરૂ કર્યો સૌર પ્રોજેક્ટ, શું સુતેલા શેરમાં પાછી આવશે ચમક?

ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI ક્રિકેટમાં હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 135 ODI મેચ રમાઈ છે. ભારતે પાકિસ્તાન સામે 57 વનડે મેચ જીતી છે. તો પાકિસ્તાનની ટીમે ભારતને 73 ODI મેચોમાં હરાવ્યું છે. આ સિવાય 5 મેચ અનિર્ણિત રહી છે. ICC ઈવેન્ટ્સમાં ભારતે હંમેશા પાકિસ્તાન પર વર્ચસ્વ જમાવ્યું છે અને વર્લ્ડ કપ (T20) ઈતિહાસમાં માત્ર એક જ વાર તેના કટ્ટર હરીફ સામે હારનો સામનો કરવો પડ્યો છે. જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો ભારત પર પાકિસ્તાનનો દબદબો રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મેચ રમાઈ છે, જેમાંથી પાકિસ્તાને 3 મેચ જીતી છે. આ સાથે જ ભારતે 2 મેચમાં જીત મેળવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news