Heart Attack: ધોરણ 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો તુરંત કરાવો સારવાર
Heart Attack Signs in Children: બાળકોમાં હાર્ટ એટેકની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આ સ્થિતિમાં માતાપિતાએ બાળકમાં વધતા હાર્ટ એટેકના શરુઆતી લક્ષણો ઓળખવા જરૂરી છે. આ લક્ષણો દેખાતા હોય તો મોડું થઈ જાય તે પહેલા બાળકનું ચેકઅપ કરાવવું જોઈએ.
Trending Photos
Heart Attack Signs in Children: તેલંગાનાના એક જિલ્લામાં ધોરણ 10 ની એક વિદ્યાર્થી સ્કૂલ જઈ રહી હતી અને સ્કૂલના મેદાનમાં જ તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું. 16 વર્ષની વિદ્યાર્થીની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. અધિકારીઓનું કહેવું છે કે બાળકીને સ્કૂલ પાસે જ છાતીમાં દુખાવો થયો અને તે નીચે પડી ગઈ. તેને તુરંત જ સ્કૂલના શિક્ષક દ્વારા સીપીઆર આપવામાં આવ્યું અને ડોક્ટર પાસે લઈ જવામાં આવી. પરંતુ હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે તેનો જીવ બચી શક્યો નહીં. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી.
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં શાળામાં ભણતા નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ અટેક આવી જવાની ઘટનાઓ વધી રહી છે. બાળકો સ્કૂલે જતા હોય અથવા તો રમતા હોય ત્યારે તેમને હાર્ટ એટેક આવી જાય છે અને તેઓ જીવ ગુમાવે છે. આ સ્થિતિ ચિંતાજનક છે. સ્કૂલે જતા બાળકો અને ટીનેજર્સને પણ હાર્ટ એટેકનું જોખમ રહે છે.
સામાન્ય રીતે અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખરાબ ફૂડ હેબિટના કારણે હૃદયની સમસ્યાઓ થઈ શકે છે. આ પ્રકારની બીમારીના લક્ષણ ધીરે ધીરે સામે આવતા હોય છે. બાળકોને ગંભીર સમસ્યા થઈ જાય તે પહેલા જ તેના શરૂઆતથી લક્ષણોને ઓળખીને તેની સારવાર કરાવી લેવી જોઈએ. આજે તમને જણાવીએ કે બાળકોમાં હાર્ટ અટેક પહેલા કેવા લક્ષણો જોવા મળે છે ? જો બાળકોમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત જ તેમનું ચેકઅપ કરાવવું જોઈએ.
બાળકોમાં દેખાતા હાર્ટ એટેક પહેલાના લક્ષણો
1. બાળક કોઈપણ ફિઝિકલ એક્ટિવિટી દરમિયાન કે રમત રમતી વખતે ઝડપથી થાકી જાય તો તેનું ચેકઅપ કરાવો.
2. સામાન્ય શારીરિક ગતિવિધિ પછી પણ બાળકનો શ્વાસ ફુલવા લાગે તો તેને ચેકઅપની જરૂર છે.
3. જો શરીરમાં ઓક્સિજનની કમી હોય તો તેના કારણે હોઠ, નખ કે તેની ત્વચા ડાર્ક થવા લાગે તો તેનું ચેકઅપ કરાવવું.
4. કેટલાક બાળકોને ફિઝિકલ એક્ટિવિટી દરમ્યાન છાતીમાં પ્રેશરનો અનુભવ થાય છે.
5. અચાનક જ ધબકારા વધી જાય કે ધીમા થઈ જાય તો પણ બાળકને તુરંત જ ડોક્ટર પાસે લઈ જાઓ
6. સામાન્ય એક્ટિવિટી પછી બાળકને ચક્કર આવે કે તે બેભાન થઈ જાય તો તુરંત જ તેને સારવાર અપાવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે