Shani Asta 2025: ભુક્કા બોલાવી દેશે અસ્ત શનિ, આજથી 38 દિવસ આ 4 રાશિઓ માટે ભારે, ભયંકર કષ્ટ ભોગવાનો વારો આવી શકે છે

Shani Asta 2025: કર્મ અનુસાર ફળ આપનાર અને ન્યાયના દેવતા શનિ આજથી પોતાની જ રાશિ કુંભમાં અસ્ત થયા છે. કુંભ રાશિમાં શનિ 38 દિવસ સુધી અસ્ત રહેશે. આ 38 દિવસો 4 રાશિના લોકો માટે ભયંકર સાબિત થઈ શકે છે. તેથી આ રાશિઓએ સાવધાન રહેવું. 

મેષ રાશિ 

1/5
image

મેષ રાશિના લોકો માટે અસ્ત શનિ કારકિર્દી અને વ્યવસાયમાં સમસ્યા કરાવનાર સાબિત થશે. લક્ષ્યથી ભટકી શકો છો. માનસિક ચિંતા વધી શકે છે. વાણી પર સંયમ રાખવો. 

કર્ક રાશિ 

2/5
image

કર્ક રાશિના લોકોને પણ અસ્ત શનિ કષ્ટ આપશે. લગ્ન જીવનમાં સમસ્યા થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે ઝઘડો થઈ શકે છે. ખર્ચ આવક કરતા વધી શકે છે. ક્રોધ પર કાબુ રાખવો. 

સિંહ રાશિ 

3/5
image

સિંહ રાશિના લોકોને અસ્ત શનિ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આપી શકે છે. આ સમય દરમિયાન આર્થિક તંગી પણ પરેશાન કરી શકે છે. આ સમય દરમિયાન ખર્ચ પર કાબુ રાખવો અને જીવનશૈલી પર ધ્યાન આપવું. 

કુંભ રાશિ 

4/5
image

કુંભ રાશિમાં જ શનિ અસ્ત થયા છે તેથી આ રાશિના લોકોને સૌથી વધુ કષ્ટ પડી શકે છે. આ રાશિના લોકોને સંતાન સંબંધિત સમસ્યા થઈ શકે છે. પરિવારમાં નજીકની વ્યક્તિની બીમારી વધી શકે છે. આ સમય દરમિયાન સારવાર માટે ખર્ચ વધારે થશે.

5/5
image