સંતોએ લાજશરમ વેચી મારી, ગુણાતીત સ્વામીના આત્મહત્યાના વિવાદ વચ્ચે સોખડામાં ઉત્સવની તૈયારીઓ શરૂ
સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઈકોર્ટને ગુણાતીત સ્વામીની આત્મહત્યા મામલે હાઈકોર્ટને અવગત કરાવવામાં આવી છે. પ્રબોધ સ્વામીના વકીલે ગુણાતીત સ્વામીનું ઉદાહરણ આપી હરિધામના વાતાવરણથી કોર્ટને અવગત કરાવ્યા છે. પ્રબોધ સ્વામીના વકીલે કોર્ટમાં કહ્યું કે, અમે સંતોની સલામતી ઈચ્છીએ છીએ. જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામીના વકીલે કહ્યું કે, ચા આપવા ગયા ત્યારે દરવાજો બંધ હતો. ત્યારબાદ મૃતદેહ મળ્યો છે. સાથે જ પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલે કહ્યું કે અમે મધ્યસ્થી માટે તૈયાર છે. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, બંને પક્ષો સમાધાન કરવા માંગે છે. હાઈકોર્ટના એક નિવૃત્ત જજ સમાધાન કરાવી શકે તેવી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. આ મામલે ગઈકાલે જ મધ્યસ્થની ચર્ચા થઈ હતી તે પ્રમાણે સીનિયર એડવોકેટ સોખડા જશે અને આવતીકાલે જ ચર્ચા થશે. તેના પ્રમાણે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઈકોર્ટને ગુણાતીત સ્વામીની આત્મહત્યા મામલે હાઈકોર્ટને અવગત કરાવવામાં આવી છે. પ્રબોધ સ્વામીના વકીલે ગુણાતીત સ્વામીનું ઉદાહરણ આપી હરિધામના વાતાવરણથી કોર્ટને અવગત કરાવ્યા છે. પ્રબોધ સ્વામીના વકીલે કોર્ટમાં કહ્યું કે, અમે સંતોની સલામતી ઈચ્છીએ છીએ. જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામીના વકીલે કહ્યું કે, ચા આપવા ગયા ત્યારે દરવાજો બંધ હતો. ત્યારબાદ મૃતદેહ મળ્યો છે. સાથે જ પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલે કહ્યું કે અમે મધ્યસ્થી માટે તૈયાર છે. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, બંને પક્ષો સમાધાન કરવા માંગે છે. હાઈકોર્ટના એક નિવૃત્ત જજ સમાધાન કરાવી શકે તેવી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. આ મામલે ગઈકાલે જ મધ્યસ્થની ચર્ચા થઈ હતી તે પ્રમાણે સીનિયર એડવોકેટ સોખડા જશે અને આવતીકાલે જ ચર્ચા થશે. તેના પ્રમાણે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
સોખડાના સંતના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. FSLની ટીમે ગુણાતીત સ્વામીના રૂમમાં તપાસ કરી હતી. આશ્રમના રૂમ નંબર-21માં, જ્યાં ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી ત્યાં સવા કલાક તપાસ ચાલી. સ્વામના રૂમમાં લોહીના નમુના છે કે નહીં તેની તપાસ કરાઈ. પ્રભુપ્રિય અને હરીપ્રકાશ સ્વામીની પણ પૂછપરછ કરાઈ છે. પોલીસની એક ટીમ ગુણાતીત સ્વામીના વતન વંથલી મોકલાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, હરિધામ સોખડામાં 69 વર્ષિય ગુણાતિત ચરણદાસ સાધુએ બુધવારે સાંજે 7 થી 7:20 વાગ્યા વચ્ચે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પહેલા સ્વામીજીના મૃત્યુને કુદરતી મૃત્યુ ગણાવાયું હતું. જે બાદ હરિભક્તોએ તેમના પોસ્ટમોર્ટમનો આગ્રહ કર્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ સ્વામીએ આત્મહ્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. ગુણાતીત સ્વામી ડિપ્રેશનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કેવી રીતે આત્મહત્યા કરી
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, સાધુના રૂમમાં ઝેડ આકારનો હૂક હતો, એમાં સાધુએ પોતાના ભગવા ગાતરિયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશી ઉપર ડોલ અને એની ઉપર ઓશીકાના સહારો લઈને તેમણે આપઘાત કરી લીધો હતો.
સ્વામીની આત્મહત્યા વચ્ચે ઉત્સવની તૈયારી
સોખડા હરિધામ મંદિરના વિવાદ વચ્ચે ઉત્સવ ઉજવાશે. 11 મેના રોજ હરીપ્રસાદ સ્વામીના જન્મદિવસ નિમિત્તે ઉત્સવ ઉજવાશે. આ માટે મંદિરની સામેના મેદાનમાં ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલુ કરાઈ છે. કોરોનાના બે વર્ષ બાદ આત્મીય યુવા મહોત્સવની ઉજવણી થશે. આત્મીય યુવા મહોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો જોડાવવાની શક્યતા છે. થોડા સમય પહેલા જ પ્રબોધ સ્વામીએ મંદિર છોડ્યું છે, તેવામાં ઉત્સવની તૈયારી માટે કાનાફૂસી શરૂ થઈ છે. ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસની તપાસની વચ્ચે મહોત્સવની તૈયારી થઈ રહી છે. તયારે મંદિરના સંતો, સેવકોને આપઘાતથી કોઈ દુઃખ ન થયું હોય તેવું ફલિત થઈ રહ્યું છે.
ગઈકાલે પ્રેવસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના સંતોને હાઈકોર્ટે ટકોર કરી હતી કે, ધાર્મિક સંસ્થાઓમાં સમાધાન ઉપાય છે વિવાદ યોગ્ય નથી. બંને પક્ષોએ સમાધાનના વલણ પર ચર્ચા કરવી જોઈએ. આજની સુનાવણીમાં બન્ને પક્ષ કોર્ટમાં જવાબ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે, સોખડા સ્વામિનારાયણ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે ગાદી મામલે વિવાદ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે