રાજ્યમાં વરસાદી માહોલ, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદ


ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફરી વરસાદી માહોલ જામી ગયો છે. આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. 

 રાજ્યમાં વરસાદી માહોલ, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફરી વરસાદી માહોલ જામી ગયો છે. આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સારો વરસાદ પડ્યો છે. તો સાંજે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આજે બપોરે 12થી 2 કલાક વચ્ચે 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગઈકાલે પણ સોમનાથ જિલ્લામાં સારો એવો વરસાદ થયો હતો.

અમદાવાદમાં મેઘરાજાનું આગમન
અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ સાંજે 5 કલાક આસપાસ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. અમદાવાદ શહેરના બોપલ, ઘુમા, એસજી હાઈવે, શ્યામલ, વેજલપુર, જીવરાજપાર્ક, નરોડા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. 

ભાવનગર જિલ્લામાં પણ વરસાદ
ભાવનગર જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સારો વરસાદ પડતા લોકોને પણ ગરમીથી રાહત મળી છે. તો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. 

કોરોના કાળમાં ફી મુદ્દે હાઈકોર્ટે વાલીઓને આપી મોટી રાહત  

ભાવનગર જિલ્લામાં સાંજે 4 કલાક સુધી થયેલ વરસાદ
ભાવનગરમા- 51
મહુવા- 34
વલ્લભીપુર- 17
ઉમરાળા - 17
​​શિહોર- 7

બોટાદમાં પણ વરસાદ
સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ધોળા દિવસે રાત જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા સહિત ગઢડા, બરવાળા સહિત પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ગઢડા, રણીયાળા, માંડવધાર, ગોરડકા, બરવાળા, રોજીદ, રામપરા, ભીમનાથ, પોલારપુર, બેલા, કુંડળ, ટીંબલા સહિતનાઆસપાસના તમામ ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ આવતાની સાથે પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

તો રાજ્યમાં જૂનાગઢ, તાપી, પાટણ, સાબરકાંઠા સહિત અનેક જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news