રાફેલ નડાલને પણ લાગ્યો કોરોનાનો ડર, US ઓપન 2020માંથી નામ પાછું ખેચ્યું
Trending Photos
વોશિંગ્ટન: સ્પેનના ટેનિસ ખેલાડી અને હાલના ચેમ્પિયન રાફેલ નડાલએ કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે થનારી અમેરિકી ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેચ્યું છે. નડાલે ટ્વિટ કરીને કહ્યું કે 'ખુબ વિચાર્યા બાદ મે આ વર્ષે યુએસ ઓપનમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર દુનિયાની હાલાત ખુબ નાજૂક છે. કોવિડ-19ના કેસ સતત વધી રહ્યાં છે. એવું લાગે છે કે આપણો તેના પર કોઈ કાબૂ નથી.'
We know that the reduced tennis calendar is barbaric this year after 4 months stopped with no play, I understand and thank for the efforts they are putting in to make it happen. We have just seen the announcement of Madrid not being played this year.
— Rafa Nadal (@RafaelNadal) August 4, 2020
9 વારના ગ્રાન્ડ સ્લેમ વિજેતાએ કહ્યું કે 'આપણે જાણીએ છીએ કે આ વર્ષે 4 મહિના ખેલ બંધ રહ્યાં બાદ ટેનિસ કેલેન્ડરને ઓછું કરાયું છે જે ખુબ ખરાબ છે. હું તેને આયોજિત કરવા અંગે જે પ્રયત્નો થઈ રહ્યાં છે તેને સમજુ છું અને તેના માટે આભાર વ્યક્ત કરું છું.'
This is a decision I never wanted to take but I have decided to follow my heart this time and for the time being I rather not travel. pic.twitter.com/8VA0aSACVy
— Rafa Nadal (@RafaelNadal) August 4, 2020
તેમણે કહ્યું કે અમેરિકા ટેનિસ સંઘ (USTA), અમેરિકી ઓપનના આયોજકો અને એટીપીના તમામ ખેલાડીઓ અને પ્રશંસકોને ટીવીના માધ્યમથી ભેગા કરવાની કોશિશનું હું સન્માન કરું છું. નડાલે એમ પણ કહ્યું કે 'આ એક એવો નિર્ણય છે કે જેને હું લેવા નથી માંગતો પરંતુ આ વખતે મારા હ્રદયનું સાંભળવાનું નક્કી કર્યું છે અને થોડા સમય માટે મુસાફરી નહીં કરું.'
(ઈનપુટ-આઈએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે