સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; ડોગ અને બોમ્બ સ્કવોડ સહિત પોલીસ દોડતી થઈ
બે યુવકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હોવાની એક કોલર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ ખાતે ઘસી ગયો હતો. પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. બે યુવકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હોવાની એક કોલર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ ખાતે ઘસી ગયો હતો. પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
બે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હતા. તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાતને ગંભીરતાને લઈને સુરત શહેરની એસઓજી, પિસિબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો. આ સાથે જ સુરત એરપોર્ટના સીઆઈએસએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો. સુરત એરપોર્ટ પર ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતનાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ બાબતની વાત કરનાર 2 લોકોની જિલ્લા એલસીબી પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. હાલ સુરત એરપોર્ટ પર ચેકિંગ ચાલું છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે. એરપોર્ટની સંપૂર્ણ તપાસ થયા બાદ બહુ અંગેની વધુ માહિતી સામે આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે