યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિનના કણ

How To Lower Uric Acid: યુરિક એસિડ વધવા પર સાંધામાં દુખાવાની સમસ્યા વધી જાય છે, જેથી ચાલવામાં પણ મુશ્કેલી આવે છે. યુરિક એસિડ કંટ્રોલ કરવા માટે સવારે દરરોજ એક કપ દૂધીનું જ્યુસ પીવો. જેનાથી પ્યુરિનના કણ ફ્લશ થઈ જશે.
 

યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિનના કણ

Health News: લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારીઓમાં યુરિક એસિડની સમસ્યા ઝડપથી વધી રહી છે. ભોજનમાં વધુ મેંદો, તેલ અને મીઠી વસ્તુઓના સેવનથી શરીરમાં યુરિક એસિડ હાઈ થવા લાગે છે. પ્યુરીનના કણ ક્રિસ્ટલ બની સાંધામાં જામવા લાગે છે, જે દુખાવા અને સોજાનું કારણ બને છે. ઘણીવાર દુખાવાને કારણે ત્યાં લાલાશ જોવા મળે છે. યુરિક એસિડ વધવાથી ચાલવામાં મુશ્કેલી થાય છે. તેથી ડાયટનું ખાસ ધ્યાન રાખો. યુરિક એસિડના દર્દીઓએ સવારે એક કપ દૂધીનું જ્યુસ પીવાથી ફાયદો મળશે. 

હકીકતમાં ખરાબ ખાનપાનને કારણે યુવાઓમાં યુરિક એસિડની સમસ્યા વધી રહી છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો કિડની તેને ફિલ્ટર કરી શરીરમાંથી બહાર કાઢી શકતી નથી. આવી સ્થિતિમાં વધેલું યુરિક એસિડ સાંધામાં જમા થવા લાગે છે. હાડકામાં જમા યુરિક એસિડના ક્રિસ્ટલ સોજા અને દુખાવાનું કારણ બને છે. 

યુરિક એસિડમાં ફાયદાકારક દૂધી
સ્વાસ્થ્ય નિષ્ણાંત યુરિક એસિડના દર્દીઓને દૂધીનું શાક અને દૂધીનું જ્યુસ પીવાની સલાહ આપે છે. આજકાલ યુવાનોમાં આ બીમારી વધુ જોવા મળી રહી છે. દૂધી યુરિક એસિડના દર્દીઓ માટે સારી માનવામાં આવે છે. દૂધીમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજાને ઘટાડે છે. દૂધી યુરિક એસિડ ઘટાડવાનું કામ કરે છે. 

યુરિક એસિડમાં દૂધીનું જ્યુસ
દૂધીનું જ્યુસ સાંધાના દુખાવામાં રાહત પહોંચાડે છે. દૂધીમાં પાણીની માત્રા વધુ હોય છે. તેનાથી શરીરમાં પાણીની કમી પૂરી કરવામાં મદદ મળે છે અને શરીર લાંબા સમય સુધી હાઇડ્રેટ રહે છે. જ્યારે શરીર હાઈડ્રેટ રહે છે તો યુરિક એસિડ ક્રિસ્ટલનું રૂપ લેતું નથી અને સાંધામાં જામતું નથી. દૂધીના સેવનથી વજન પણ કંટ્રોલ કરી શકાય છે, જેનાથી યુરિક એસિડમાં ફાયદો મળે છે. દૂધી પેટ સાફ રાખવામાં પણ અસરકારક છે. 

દૂધીનું જ્યુસ બનાવવા અને પીવાની રીત
દૂધી સરળતાથી મળી જાય છે. તમારે તાજી દૂધી લેવાની છે. તેને સાફ કરી છાલ હટાવી લો. જો દૂધી કડવી હોય તો તેનો ઉપયોગ ન કરો. દૂધીને કાપી તેનું જ્યુસ બનાવી લો. ત્યારબાદ આ જ્યુસમાં લીંબુનો રસ નાખી તમે ખાલી પેટ પી શકો છો. સવારે ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવાથી વધુ ફાયદો મળે છે. તમે સપ્તાહમાં બે-ત્રણ વખત તેનો પ્રયોગ કરી શકો છો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news