સ્કૂલ ચલે હમ... શું ફરીથી શાળાએ જવાનું છે સપનું? આ કંપની ફરી યાદ કરાવશે તમને તમારું બાળપણ
Back To School: ઘણા લોકો તેમની સ્કૂલ લાઈફને તેમના જિંદગીના સૌથી સુંદર દિવસો માને છે. સ્કૂલના દિવસો એવી યાદો બની જાય છે જેને આપણે ઘણી વાર ફરીથી જીવવાના સપનાઓ જોઈએ છીએ. જો કે, સમયને ફરીથી લાવી શકાતો નથી, પરંતુ હવે તમે ફરીથી સ્કૂલ લાઈફનો અનુભવ કરી શકો છો.
Trending Photos
Japanese School: ઘણા લોકો તેમની સ્કૂલ લાઈફને તેમના જિંદગીના સૌથી સુંદર દિવસો માને છે. સ્કૂલના દિવસો એવી યાદો બની જાય છે જેને આપણે ઘણી વાર ફરીથી જીવવાના સપનાઓ જોઈએ છીએ. જો કે, સમયને ફરીથી લાવી શકાતો નથી, પરંતુ હવે તમે ફરીથી સ્કૂલ લાઈફનો અનુભવ કરી શકો છો. જાપાનમાં એક કંપનીએ પર્યટકો માટે એવી જ એક તક લાવ્યા છે. જ્યાં તે એક દિવસ માટે સ્કૂલના વિદ્યાર્થી બની શકે છે.
સ્કૂલના દિવસોમાં પાછા ફરવાની તક
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ જાપાનની એક કંપની "ઉન્ડોકાઈયા" એ પ્રવાસન માટે એક ખાસ પ્રોગામ શરૂ કર્યો છે, જેનું નામ છે "યોર હાઈ સ્કૂલ". આ પ્રોગ્રામ હેઠળ જાપાન આવતા પ્રવાસીઓ એક દિવસ માટે જાપાનની શાળાના વિદ્યાર્થીઓ બની શકે છે. આ પ્રોગ્રામ સંપૂર્ણપણે અંગ્રેજીમાં આયોજન કરવામાં આવે છે અને તેમાં તે તમામ પ્રવૃતિઓ સામેલ હોય છે, જે જાપાનની ટેલિવિઝન સિરીઝમાં જોવા મળે છે. આ અનુભવ દરમિયાન પ્રવાસીઓને સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવે છે, પ્રવાસીઓ ક્લબ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને જાપાનની અનોખી સ્કૂલ સંસ્કૃતિ વિશે પરિચિત થાય છે.
'વિદ્યાર્થી' બનવાની કિંમત
જો તમે એક દિવસ માટે વિદ્યાર્થી બનવા માંગો છો, તો તમારે 30,000 યેન (લગભગ 17,000 રૂપિયા)ની ફી ચૂકવવી પડશે. તેના બદલામાં તમે જાપાનની સ્કૂલના એક વર્ગમાં સામેલ થઈ શકો છો. જેમાં મહત્તમ 30 વિદ્યાર્થીઓ હોય છે. તમને સ્કૂલ યુનિફોર્મ પહેરવાનો વિકલ્પ મળે છે અથવા તમે સૂટ પહેરી શકો છો. વર્ગમાં એક શિક્ષક દ્વારા વિવિધ વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં સુલેખન, ઈમરજન્સી મેનેજમેન્ટ, ટ્રેડિશનલ જાપાની ડાન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્રિલ સામેલ છે.
લંચ કર્યા બાદ રમત-ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવામાં આવે છે. આ અનુભવને વધુ રસપ્રદ બનાવવા માટે કેટલાક "મસ્તીખોર વિદ્યાર્થી" પણ વર્ગખંડમાં હોય છે, જે સ્કૂલની હંસી-મજાક અને હરકતનો અનુભવ કરાવે છે.
જાપાની શિક્ષણ પ્રણાલીનો અનુભવ
આ અનુભવ જાપાનની શિક્ષણ પ્રણાલીના એક મહત્વપૂર્ણ ભાગને પણ દર્શાવે છે, જેમાં વિદ્યાર્થીઓ વર્ગખંડ પછી સાફસફાઈ કરવાની જવાબદાર આપવામાં આવે છે. કાર્યક્રમના અંતેમાં સહભાગીઓને વર્ગખંડની સફાઈ કરવા માટે કહેવામાં આવે છે, જે જાપાનની સ્કૂલ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે.
સ્કૂલના દિવસોને ફરીથી જીવવાની અનોખી રીત
જાપાનમાં આ અનોખો પ્રોગ્રોમ એ લોકો માટે એક શ્રેષ્ઠ તક છે જેઓ તેમની સ્કૂલ લાઈફ ફરીથી જીવવા માંગે છે. આ અનુભવ માત્ર શાળાના દિવસોની યાદો જ નહીં પણ તમને જાપાનની સંસ્કૃતિ અને શિક્ષણ પ્રણાલીનો પરિચય કરાવે છે. તેથી જો તમે તમારા સ્કૂલ લાઈફને ફરી એકવાર જીવવાનું સપનું જોઈ રહ્યા છો તો આ અનોખા અનુભવનો ભાગ બનો અને એક દિવસ માટે જાપાનમાં વિદ્યાર્થી બનીને તમારી સ્કૂલના દિવસોની યાદોને તાજી કરી લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે