Gujarat Election 2022 : બીજા તબક્કાના મતદાનમાં આ મહારથીઓ મેદાનમાં, જીતશે તો વિધાનસભા, હારશે તો ઘરભેગા
Gujarat Chutni 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે ભાજપ કોંગ્રેસના આ મહારથીઓ પર મોટો દાવ લાગ્યો છે
Trending Photos
Gujarat Chutni 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને હવે માત્ર 1 દિવસ બાકી રહ્યો. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો માટે થશે મતદાન. 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો, પાટણ જિલ્લાની 4 બેઠકો, મહેસાણા જિલ્લાની 7 બેઠકો, સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકો, અરવલ્લી જિલ્લાની 3 બેઠકો, ગાંધીનગરની 5 બેઠકો, અમદાવાદની 21 બેઠકો, આણંદની 7 બેઠક, ખેડાની 6 બેઠકો, મહીસાગરની 3 બેઠકો, અરવલ્લીની 3 બેઠકો, પંચમહાલ જિલ્લાની 5 બેઠકો, દાહોદ જિલ્લાની 6 બેઠકો, વડોદરા જિલ્લાની 10 બેઠકો, છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પર મતદાન થશે. ત્યારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહારથીઓ મેદાને છે.
મહારથીઓની વાત કરીએ તો બીજા તબક્કામાં ભાજપના 20 નેતા એવા છે, જેમના પર જીતનો આધાર છે. તો કોંગ્રેસના 12 દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. તો એનસીપીની વાત કરીએ તો દિગ્ગજ નેતા જયંત બોસ્કી ઉમરેઠથી ભાજપને હંફાવી શકે છે.
ભાજપના આ મહારથીઓ મેદાને
ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાજપ કોંગ્રેસના ઘણા દિગ્ગજો ચૂંટણી લડી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાને છે. આ સિવાય ભાજપના અન્ય મહારથીઓની વાત કરીએ તો શંકર ચૌધરી થરાદથી, કિર્તીસિંહ વાઘેલા કાંકરેજથી, દિલીપ ઠાકોર ચાણસ્માથી, બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરથી, રમણલાલ વોરા ઇડરથી પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે. તો અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માથી, અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી, હાર્દિક પટેલ વીરમગામથી, જગદીશ વિશ્વકર્મા નિકોલથી, ભૂષણ ભટ્ટ જમાલપુર-ખાડિયાથી ચૂંટણીના જંગમાં છે. બાબુ જમના પટેલ દસ્ક્રોઇથી, પંકજ દેસાઇ નડિયાદથી, અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદથી, જેઠા ભરવાડ શહેરાથી, નિમિષા સુથાર મોરવાહડફથી, કેતન ઇનામદાર સાવલીથી, મનીષા વકીલ વડોદરા શહેરથી, યોગેશ પટેલ માંજલપુરથી, અક્ષય પટેલ કરજણથી ભાજપના ઉમેદવાર છે.
કોંગ્રેસા આ મહારથીઓ મેદાને
કોંગ્રેસમાંથી જિજ્ઞેશ મેવાણી વડગામથી, કિરીટ પટેલ પાટણથી, સી.જે.ચાવડા વીજાપુરથી, તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી, મહેન્દ્રસિંહ વાઘેલા બાયડથી, અમી યાજ્ઞિક ઘાટલોડિયાથી, હિંમતસિંહ પટેલ બાપુનગરથી ચૂંટણી લડી રહ્યા છે. તો ગ્યાસુદ્દીન શેખ દરિયાપુરથી, ઇમરાન ખેડાવાલા જમાલપુર-ખાડિયાથી, શૈલેષ પરમાર દાણીલીમડાથી, અમિત ચાવડા આંકલાવથી, પ્રભાતસિંહ ચૌહાણ કાલોલથી ચૂંટણીના મેદાને ઉતર્યા છે. NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી પણ ઉમરેઠ બેઠક પરથી પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે.
ભાજપના 20 દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં
ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા ભાજપ
શંકર ચૌધરી થરાદ ભાજપ
કિર્તીસિંહ વાઘેલા કાંકરેજ ભાજપ
દિલીપ ઠાકોર ચાણસ્મા ભાજપ
બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર ભાજપ
રમણલાલ વોરા ઇડર ભાજપ
અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા ભાજપ
અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ ભાજપ
હાર્દિક પટેલ વીરમગામ ભાજપ
જગદીશ વિશ્વકર્મા નિકોલ ભાજપ
ભૂષણ ભટ્ટ જમાલપુર-ખાડિયા ભાજપ
બાબુ જમના પટેલ દસક્રોઇ ભાજપ
પંકજ દેસાઇ નડિયાદ ભાજપ
અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ ભાજપ
જેઠા ભરવાડ શહેરા ભાજપ
નિમીષા સુથાર મારવાહડફ ભાજપ
કેતન ઇનામદાર સાવલી ભાજપ
મનિષા વકીલ વડોદરા શહેર ભાજપ
યોગેશ પટેલ માંજલપુર ભાજપ
અક્ષય પટેલ કરજણ ભાજપ
કોંગ્રેસના 12 નેતાઓ પર દાવ
જિજ્ઞેશ મેવાણી વડગામ કોંગ્રેસ
કિરીટ પટેલ પાટણ કોંગ્રેસ
સી.જે.ચાવડા વીજાપુર કોંગ્રેસ
તુષાર ચૌધરી ખેડબ્રહ્મા કોંગ્રેસ
મહેન્દ્રસિંહ વાઘેલા બાયડ કોંગ્રેસ
અમી યાજ્ઞિક ઘાટલોડિયા કોંગ્રેસ
હિંમતસિંહ પટેલ બાપુનગર કોંગ્રેસ
ગ્યાસુદ્દીન શેખ દરિયાપુર કોંગ્રેસ
ઇમરાન ખેડાવાલા જમાલપુર-ખાડિયા કોંગ્રેસ
શૈલેષ પરમાર દાણીલીમડા કોંગ્રેસ
અમિત ચાવડા આંકલાવ કોંગ્રેસ
પ્રભાતસિંહ ચૌહાણ કાલોલ કોંગ્રેસ
ગુજરાતના સૌથી મોટા રાજકીય જંગ વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજથી રાજ્યભરમાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજના 5 વાગ્યા પછી બીજા તબક્કાના મતદાનનો પ્રચાર બંધ થશે. ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે