Bike Sales: આ બાઇક કંપનીનો ચારેયબાજુ છવાયો છે જાદૂ, 4 લાખ યૂનિટ વેચી બની ગઇ નંબર 1
Best selling Two Wheelers in India:ભારતની ટુ વ્હીલર નિર્માતા હીરો મોટોકોર્પે નવેમ્બર મહિનામાં જોરદાર ટુ વ્હીલર વેચ્યા છે. કંપનીએ ગત મહિને 3.9 લાખ યૂનિટ્સનું વેચાણ કર્યું. આ ગત મહિનાની તુલનામાં 12% ગ્રોથ છે.
Trending Photos
Hero MotoCorp Sales in November: નવેમ્બર મહિનામાં બાઇક કંપનીઓ માટે ખાસ રહ્યો. ભારતની ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે નવેમ્બર મહિનામાં મનમૂકીને ટુ-વ્હીલર વેચ્યા છે. કંપનીએ ગત મહિને 3.9 લાખ યૂનિટ્સનું વેચાણ કર્યું. આ ગત વર્ષના આ મહિનાની તુલનામાં 12% ગ્રોથ છે. નવેમ્બર 2021 માં કંપની 3.49 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. કંપનીનું માનવું છે કે લગ્ન સીઝનના લીધે આગામી ત્રણ મહિનામાં વેચાણમાં તેજીની આશા છે. કંપનીની હીરો સ્પ્લેંડર લાંબા સમયથી દેશની સૌથી વધુ વેચાનારી મોટરસાઇકલ બની ગઇ છે.
જોરદાર વેચાઇ મોટરસાઇકલ્સ
હીરો મોટોકોર્પ દેશમાં મોટરસાઇકલની સાથે સ્કૂટર્સનું પણ વેચાણ કરે છે. નવેમ્બર 2022 માં કંપનીની બાઇક સેલ્સ 3.52 યૂનિટ્સ અને સ્કૂટરના વેચાણ 38 હજાર યૂનિટ્સ પર રહ્યું. જ્યારે એક વર્ષ પહેલાં નવેમ્બર મહિનામાં તેનું વેચાણ ક્રમશ: 3.29 યૂનિટ્સ અને 20 હજાર યૂનિટ્સ રહ્યું હતું. ગત મહિને કંપનીની કુલ ઘરેલૂ વેચાણ 379,839 યૂનિટ્સ રહ્યું, જ્યારે એક વર્ષ પહેલાં આ મહિને આ 328,862 યૂનિટ્સ હતું. 2022 ના નવેમ્બરમાં નિર્યાત એક વર્ષ પહેલાંના સમયમાં 20,531 યૂનિટ્સની તુલનામાં 11,093 યૂનિટ્સ રહ્યું છે.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
હવે ઇલેક્ટ્રિક સ્કૂટર પર ફોકસ
હીરો મોટોકોર્પે હવે ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેંટમાં પણ એન્ટ્રી કરી લીધી છે. કંપનીએ ઇલેક્ટ્રિક મોબિલીટી બ્રાંડ VIDA ની શરૂઆત કરી. કંપનીએ ઓક્ટોબરમાં પોતાના પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટરના બે વેરિએન્ટ Vida V1 Plus અને V1 Pro માં લોન્ચ કર્યા હતા. તેની કિંમત ક્રમશ: 1.45 લાખ અને 1.59 લાખ રૂપિયા છે. કંપનીએ દાવો કર્યો છે કે Vida V1 Plus ફૂલ ચાર્જમાં 143 કિલોમીટર સુધી ચાલી શકે છે, તો બીજી તરફ વીડા વી1 પ્રો 165 કિલોમીટરની રેંજ ઓફર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે