Yoga and Naturopathy ની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે લોકોની સારવાર કરી શકશે

તાજેતરમાં રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે. 

Yoga and Naturopathy ની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે લોકોની સારવાર કરી શકશે

ગાંધીનગર: રાજય (Gujarat) ના નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે યોગ (Yoga) અને નેચરોપેથી (Naturopathy) ની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી (Naturopathy) દ્વારા લોકોની સારવાર કરી શકશે. 

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન (PM) દ્વારા વેલનેસ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત (Gujarat) માં પણ આરોગ્ય સુખાકારી વધે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ અને વેલનેસ ક્લિનિક (HWC ) શરૂ કરવામાં આવ્યા છે અને તાજેતરમાં રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે. 

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત સરકાર (Gujarat Government) ના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ ૮ જુલાઇ 2021 ના ઠરાવમાં જણાવાયાનુસાર વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી (Naturopathy) અને યોગિક સાયન્સ વડોદરા માંથી બેચરલ ઓફ નેચરોપેથી અને યોગીક સાયન્સ એટલે કે બી.એન.વાય.એસ. ની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, ગુજરાત રાજ્ય બોર્ડ ખાતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. 

મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ખાતેથી ડિગ્રી મેળવનાર સ્નાતક વ્યક્તિ ગુજરાત બોર્ડ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ મેડિસિન ગુજરાત રાજ્ય (Gujarat State) ખાતે પંદરસો રૂપિયા ફી ભરીને પોતાનું પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરાવી શકશે અને રજીસ્ટ્રેશન પાંચ વર્ષના અંતે રીન્યુ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તે સ્નાતક  વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news