વિદ્યાર્થીઓ ખાસ વાંચે આ સમાચાર, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખ બદલાઈ
Trending Photos
- ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, એપ્રિલ મહિનાની gpsc ની પરીક્ષાઓમાં ફેરફાર કરાયો
- એપ્રિલ અને મે મહિના દરમિયાન આવતી અનેક પરીક્ષાઓની તારીખ બદલાઈ
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં સતત વધી રહેલા કેસોને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જીપીએસસી (GPSC) ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં GPSCની એપ્રિલ અને મે મહિનામાં લેવાનારી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે. કોરોનાના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો બદલવામાં આવી છે. જેથી આ પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ ખાસ આ વાતની નોંધ લે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, એપ્રિલ મહિનાની gpsc ની પરીક્ષાઓમાં ફેરફાર કરાયો છે. એપ્રિલ-મે માસની પરીક્ષાની તારીખ બદલાઈ છે. જેમાં પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 પરીક્ષાની તારીખ બદલાઈ છે. તો સાથે જ નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષાની તારીખ બદલાઈ છે. આસિસ્ટન્ટ સહાયક વર્ગ-3ની પરીક્ષાની પણ તારીખ બદલાઈ છે. જે નીચે મુજબ છે.
આ પણ વાંચો : વડોદરાનું સૌથી મોટું જુઠ્ઠાણું: કોરોનાથી મોતના આંકડામાં પાલિકા અને આરોગ્ય વિભાગ વચ્ચે અધધધ તફાવત
GMDC સુપરવાઈઝરની પરીક્ષાની તારીખ 23 મે, 2021
મદદનીશ ઈજનેર વર્ગ-2ની તારીખ 6 જૂન, 2021
ઉદ્યોગ અધિકારી વર્ગ-2ની તારીખ 23 મે, 2021
કચેરી અધિક્ષક વર્ગ-2ની તારીખ 30 મે, 2021
વહીવટી અધિકારી વર્ગ-2ની તારીખ 30 મે, 2021
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે