90 ટકાથી વધુ દિવ્યાંગતા, સ્વીમિંગમાં કરી તનતોડ મહેનત, પ્રેરણાદાયક છે દિવ્યાંગ સ્વીમર મોહન ચાસિયાની કહાની

સુરતના એક દિવ્યાંગ વ્યક્તિએ સ્વીમિંગમાં ખુબ મહેનત કરી અનોખી સિદ્ધિઓ મેળવી છે. 90 ટકા સુધી દિવ્યાંગતા ધરાવતા મોહન ચોસિયાએ પોતાની મહેનત અને લગનથી અનેક ઈવેન્ટમાં મેડલો જીત્યા છે. હવે તેનું લક્ષ્ય પેરા ઓલિમ્પિક્સમાં દેશનું નામ રોશન કરવાનું છે.

90 ટકાથી વધુ દિવ્યાંગતા, સ્વીમિંગમાં કરી તનતોડ મહેનત, પ્રેરણાદાયક છે દિવ્યાંગ સ્વીમર મોહન ચાસિયાની કહાની

ચેતન પટેલ, સુરતઃ કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે સુરતના દિવ્યાંગ સ્વીમરે. સુરતનો દિવ્યાંગ સ્વીમર રોહન ચાસિયાને પોતાના શરીરમાં 90 ટકાથી પણ વધુ દિવ્યાંગતા છે. ત્યારે તનતોડ મહેનત કરીને અનેક સિદ્ધિઓ પોતાના નામે કરનાર રોહન ચાસિયાની સંઘર્ષ કહાની, જોઈએ આ અહેવાલમાં.... 

રોહન ચાસિયાનો જન્મ 1998થી થયો, જન્મતાની સાથે જ રોહન અનેક અડચણોનો સામનો કરતો આવી રહ્યો છે, કેમ કે રોહનનું કમરથી નીચેનું શરીર કામ જ કરતું નથી. દરેક વખતે રોહનને માતા-પિતા અથવા બીજા લોકો પર નિર્ભર રહેવું પડતું હતુ. અને એટલે જ રોહન ચાસિયાએ સ્વીમિંગ કરવાનું નક્કી કર્યું... 

વર્ષ 2015માં રોહને સ્વીમિંગ કરવાનું નક્કી કર્યું
ડોક્ટરે સ્વીમિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી
સ્વીમિંગ કોચએ ટ્રેનિંગ આપવાની તૈયારી બતાવી
રોહન ચાચિયાએ તુરંત જ સ્વીમિંગ શીખવાનું શરૂ કર્યું
રોહન ચાસિયાએ દિવસ-રાત તનતોડ મહેનત કરી

રોહન ચાસિયા પોતાનું સ્વપ્ન સાકાર કરવા અને પોતે અશક્ત નથી તે દુનિયાને દેખાડવા માટે સવારે ભારે કસરત કરે અને સાંજે કલાકો સુધી સ્વીમિંગની ટ્રેનિંગ કરે છે. રોહન ચાસિયાની આ જ ધગસ અને મહેનતના કારણે તેણે અનેક મેડલ પોતાના નામે કર્યાં છે. 

રોહન ચાસિયાની સિદ્ધિઓની વાત કરીએ તો
વર્ષ 2015માં સ્ટેટ લેવલે બ્રોન્ઝ મેડલ જીત્યો
વર્ષ 2016-17માં ઉદયપુર ખાતેની પેરા નેશનલ સ્પર્ધામાં 1 સિલ્વર, 1 બોન્ઝ મેડલ મેળવ્યો
વર્ષ 2020-21માં બેંગ્લોર ખાતેની પેરા નેશનલ સ્પર્ધામાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ પોતાના નામે કર્યો
વર્ષ 2022-23ના ખેલ મહાકુંભમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાત સરકારના ખેલ પ્રતિભા પુરસ્કારથી સન્માનિત
ગુજરાતના પ્રથમ પેરા સ્વીમર તરીકે સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત
વર્ષ 2021-22માં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસનો ખિતાબ મેળવ્યો
પોરબંદરથી સોમનાથ વચ્ચેનું 117.23 કિમી કોસ્ટલ કાયકિંગ 6 દિવસમાં પૂર્ણ કર્યું

સુરતનો રોહન ચાસિયા માત્ર દિવ્યાંગ વ્યક્તિઓ માટે જ નહીં, સામાન્ય લોકો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત છે. કેમ કે એક સમયે માતા-પિતાના સહારે જીવતો રોહન આજે અનેક સિદ્ધિઓ મેળવીને માનભેર જીવન જીવી રહ્યો છે. રોહન ચાસિયા હજુ આટલાથી અટકવા માટે તૈયાર નથી, કેમ કે રોહન ચાસિયાનું લક્ષ્ય હવે પેરા ઓલમ્પિક્સમાં દેશનું નામ રોહન કરવાનું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news