અમેરિકાથી હાંકી કઢાયેલા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

અમેરિકાએ ગેરકાયદેસર રીતે ત્યાં વસતા કેટલાક ભારતીયોને પરત મોકલ્યા છે. આજે અમૃતસર પહોંચેલા વિમાનમાં 33 ગુજરાતીઓ પણ હોવાનું સામે આવ્યું છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

અમેરિકાથી હાંકી કઢાયેલા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકોને અમેરિકા જવાનું ઘેલું લાગેલું છે. ડોલરની ચમક જોઈને લોકો ખોટા રસ્તે અમેરિકામાં ઘૂસી જાય છે. પરંતુ આ વખતે અમેરિકામાં આવેલી ટ્રમ્પ સરકારે ગેરકાયદે ઘૂસેલા લોકોને શોધી શોધીને દેશ બહાર હાંકી કાઢ્યા છે. ટ્રમ્પ સરકારની આ લિસ્ટમાં ગુજરાતના લોકોને પણ સમાવેશ છે. અમૃતસર પહોંચી ગયેલા ગુજરાતીઓ આવતીકાલે ગુજરાત પરત આવી શકે છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

સામે આવ્યા મોટા સમાચાર
અમેરિકાએ પરત મોકલેલા ગુજરાતીઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદેસર પહોંચાલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ ગુજરાતીઓ સામે રાજ્ય સરકાર કોઈ પ્રકારનો કેસ દાખલ કરશે નહીં. સૂત્રોએ જણાવ્યું કે અમૃતસરથી તમામ ગુજરાતીઓને સીધા પોતાના ઘરે રવાના કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે ગૃહ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

અમેરિકાએ કાઢી મુકેલા 205 ભારતીયોને લઈને વિમાન ભારત આવી ગયું છે. આ વિમાનમાં ગુજરાતના 33 ગુજરાતીઓ છે. જેમાં સૌથી વધુ પટેલો અને ઉત્તર ગુજરાતના છે. ગુજરાતના ક્યાં ગામના લોકોને અમેરિકા હાંકી કાઢ્યા છે, તેની વાત કરીએ તો ગાંધીનગરના 16 લોકોને હાંકી કઢાયા છે. મહેસાણાના 11 લોકોને પરત મોકલાયા છે. પાટણના 4, અમદાવાદના 2 લોકોને પરત મોકલાયા છે. વડોદરા અને આણંદના 1-1, જ્યારે ભરૂચ અને બનાસકાંઠાના પણ 1-1 વ્યક્તિને ટ્રમ્પ સરકારે હાંકી કાઢ્યા છે. 

ગુજરાતના આવા તો અનેક લોકો છે કે જેઓ ડંકી રૂટ અપનાવીને અમેરિકા સહિત અન્ય દેશોમાં ઘુસેલા છે. આ એ તમામ લોકો છે કે જેઓ ડોલર કમાવવાની લ્હાયમાં વિદેશમાં સ્થાયી થઈ જાય છે. પરંતુ આવી રીતે ડંકી રૂટ મારીને વિદેશમાં ઘૂસેલા લોકોને છેલ્લે પસ્તાવાનો જ વારો આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news