કચ્છમાં 4 દિવસમાં બીજી વખત ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા, દૂધઈથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ

Earthquake: કચ્છમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હાલમાં જ 1 જાન્યુઆરીના રોજ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમાં ચાર દિવસમાં આ બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

કચ્છમાં 4 દિવસમાં બીજી વખત ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા, દૂધઈથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ

Earthquake: કચ્છમાં શનિવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર કચ્છના દુધઇ નજીક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. ભૂકંપ સાંજે લગભગ 4.37 કલાકે આવ્યો હતો. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 1લી જાન્યુઆરીએ પણ કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

— National Center for Seismology (@NCS_Earthquake) January 4, 2025

કચ્છમાં છેલ્લા મહિનામાં ત્રણથી વધુની તીવ્રતાના ચાર ભૂકંપ નોંધાયા હતા. ડિસેમ્બરના અંતમાં આવેલા 3.2ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર પણ ભચાઉ નજીક હતું. 23 ડિસેમ્બરે પણ કચ્છ જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આચકો અનુભવાયો હતો. 7 ડિસેમ્બરે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ઉપરાંત 18 નવેમ્બરના રોજ કચ્છમાં જ જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા ચાર માપવામાં આવી હતી.

ગયા વર્ષે 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નોંધનીય છે કે, ભૂકંપની દૃષ્ટિએ રાજ્ય હાઈ રિસ્ક એરિયામાં આવે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) ડેટા દર્શાવે છે કે, છેલ્લા 200 વર્ષો દરમિયાન ગુજરાતમાં નવ મોટા ભૂકંપ નોંધાયા છે. 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલા ભૂકંપમાં 13,800 લોકોના મોત થયા હતા, જ્યારે 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news