ગુજરાતના કયા જિલ્લાના ગાજર છે પ્રખ્યાત; કેટલા ગામના ખેડૂતો ખેતી કરી લાખોની કરે છે કમાણી, જાણો શું છે ભાવ?
Trending Photos
ઝી બ્યુરો/પાટણ: ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેતીને લઈને કાઈને કાઈ વિશેષ મહત્વ અને ઉત્પાદન રહેલું હોય છે. તેવી જ રીતે પાટણમાં પણ શિયાળુ સિઝનમાં ગાજરને પણ પાટણ પંથકમાં એક આગવી ઓળખ સમું વાવતેર માનવામાં આવે છે. ગુજરાતથી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે.ચાલુ વર્ષે ગાજરની ઓછું વાવેતર થવા ને લઇ ભાવ સારા રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
પાટણના લાલ ચટક ગાજર ગુજરાત સહીત અન્ય મોટા શહેરો અને રાજ્યોમાં પણ તેની મોટી માંગ રહેવા પામે છૅ ગાજર ખાવાનું મન થાય ત્યારે પાટણ નું ગાજર અચૂક લોકો યાદ કરે છૅ કારણ કે પાટણ નું ગાજર લાલ ચટક અને સ્વાદ મા મીઠુ મધુર હોય છૅ માટે દર સીઝનમા પાટણના ગાજરની વધુ માંગ રહે છૅ. ઠંડી વધુ પડે તેમ ગાજરની ગુણવત્તા પણ વધુ સારી બને છૅ અને ઉત્પાદન પણ સારુ મળે છૅ. પાટણ પંથકમા ગાજરની ખેતી પર નજર કરીયે તો રૂની, હાંસાપુર, માતરવાડી સહિતના વિસ્તારોમાં મોટા પાયે ખેડૂતો ગાજર નું વાવેતર કર્યું છૅ.
પાટણના ગાજરની વાત કરીએ તો આ ગાજર કલરમાં લાલ ઘટ તેમજ ટેસ્ટમાં વધુ મીઠું અને લાંબુ હોવાથી આ ગાજરની વિશેષ માંગ જોવા મળે છે. અમદાવાદ, સુરત ,વડોદરા,રાજકોટ તેમજ મુંબઈ સુધીના માર્કેટમાં પાટણના ગાજરની માંગ રહે છે, તો ચાલુ વર્ષે ગાજરનું વાવેતર ઓછું થવાને પગલે અને સીઝન પણ લેટ થવાને લઇ હાલ ગાજરના ભાવ ગત વર્ષ કરતા ખુબ જ સારા ખેડૂતો ને મળી રહ્યા છે. હાલ ગાજરના 20 કિલોના ભાવ રૂપિયા 200થી લઇ 270 સુધીનો મળવા પામ્યા હતા. જયારે હાલ ગત સીઝનમા ગાજરનો ભાવ 20 કિલોના રૂપિયા 140થી 175 આસપાસ સુધીના રહેવા પામ્યા હતા.
ગાજરની ખેતી ખુબ જ ખર્ચાળ હોવાને અને ગત વર્ષે ગાજરના ભાવ નીચા રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જેને લઇ ચાલુ વર્ષે ગાજરનું વાવેતર ખુબ જ ઓછું થતા ભાવ ઉંચકાયા છે. તો આ ગાજરનું વાવેતર લુપ્ત ન થાય તે માટે કૃષિ વિભાગ દ્વારા પણ આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, અન્ય શાકભાજી સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ અન્ય જિલ્લાઓમાં હોય છે, તો પાટણમાં પણ સરકાર દ્વારા ગાજરના માલને સાચવવા કોલ્ડ સ્ટોરેજ બનાવે તો ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બને તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે