અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!

જ્યારે પણ દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગની વાત થાય છે ત્યારે લોકોના મગજમાં એક જ નામ આવે છે બુર્જ ખલીફા. પરંતુ એવું નથી. ભારત દેશની અંદર સૌથી ઊંચી 100 બિલ્ડીંગો આવેલી છે, જેમાં ગુજરાતની એક પણ  બિલ્ડિંગનો સમાવેશ થતો નથી. ભારતની સૌથી ઊંચી બિંલ્ડીંગ ગુજરાત બનાવી શકશે કે કેમ તે શંકા છે

અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!

ઝી બ્યુરો/અમદાવાદ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે. રોડ-રસ્તાની વાત હોય કે ડેવલપમેન્ટની વાત હોય સતત નવા નવા કામો થઈ રહ્યાં છે. એમાંય દિલ્હી-મુંબઈ બાદ હવે સૌ કોઈની નજર ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતા અમદાવાદ પર આવીને અટકી જાય છે. પરંતુ હાલ એક વાત સામે આવી છે કે ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડીંગોમાં ગુજરાતની એક પણ બિલ્ડિંગનો સમાવેશ થતો નથી. જી હા...ભારતની ઊંચી બિલ્ડીંગની યાદીમાં આવવા ગુજરાતને હજું 10 વર્ષ રાહ જોવી પડશે. ભારતની સૌથી ઊંચી બિંલ્ડીંગ ગુજરાત બનાવી શકશે કે કેમ તે પણ શંકા છે.

અમદાવાદમાં 11થી વધુ નવી ઉંચી બિલ્ડિંગ
અમદાવાદમાં ડેવલોપમેન્ટની વાત કરીએ તો રોડ-રસ્તાથી લઈને ઈન્ફ્રાસ્ટક્ચર અને રિયલ એસ્ટેટમાં પણ ભારે વિકાસ જોવા મળી રહ્યો છે. દિલ્હી મુંબઈ બાદ સૌ કોઈની નજર ગુજરાતના આ શહેર અમદાવાદ પર છે. અમદાવાદમાં પણ મુંબઈ અને દિલ્હીની જેમ ઉંચી ઈમારતો બનવા જઈ રહી છેસ સરકારે તેને અગાઉ જ મંજૂરી આપી દીધી છે અને તેનું કામ પણ ચાલી રહ્યું છે. અમદાવાદમાં 30 થી 34 માળની એક, બે નહીં પણ 11થી વધુ નવી ઉંચી બિલ્ડિંગ બની રહી છે.

ટાઈમ્સ 104 આ અમદાવાદના રાજપથ ક્લબ, થલતેજમાં બની રહેલ સ્થિત એક શાંત અને સુંદર બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગની ઉંચાઈ 130 મીટર છે427 ફુટ છે જે 2025માં બનીને તૈયાર થશેનું અનુમાન છે. જેમાં બજાર, હોસ્પિટલ, મધર ડેરી, શોપિંગ મોલ, વગેરે જેવી તમામ સુવિધાઓ છે. સેક્ટર ખૂબ પોશ અને પ્રીમિયમ છે. ટ્રિગોન ટ્વીન ટાવર પણ અમદાવાદની ઉંચી બિલ્ડિંગોમાંની એક છે જેની ઉંચાઈ 130 મીટર અને 427 ફુટ છે. જે કુલ 31 માળની કોમર્શીયલ બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી છે. જેનું કામ હાલ ચાલી રહ્યું છે, તે 2028 સુધીમાં બનીને તૈયાર થશે.

100 બિલ્ડીંગોમાં ગુજરાતની એક પણ નથી!
વિશ્વની સૌથી 100 બિલ્ડિંગો 234 માળ (3284 ફુટ)થી 1100 ફુટ સુધીની છે, તેમાં ભારતની એક પણ નથી. ભારતમાં 78 માળથી 35 માળની 100 બિલ્ડીંગો બની છે તેમાં ગુજરાતની એક પણ નથી. 66 બિલ્ડીંગો ભારતમાં સૌથી ઊંચી બની રહી છે, તેમાં એક પણ અમદાવાદ, સુરત કે ગુજરાતના બીજા એક પણ શહેરની નથી.

ગુજરાતમાં એક પણ બિલ્ડીંગ 32 માળથી ઊંચી નથી
અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોને મંજૂરી આપી હોવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. પરંતુ હજું સુધી એક પણ બિલ્ડીંગ 32 માળથી ઊંચી કે ભારતમાં 100 ઉંચી બિલ્ડીંગો ગુજરાતમાં બને એની સિદ્ધિ મેળવી શક્યા નથી.

100 બિલ્ડીંગોની યાદીમાં ગુજરાતને બીજા 10 વર્ષની રાહ જોવી પડશે
ગુજરાતમાં હાલમાં જે બિલ્ડિંગો બની રહી છે, અને બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલી છે. તેમાં પણ ભારતને આંબી શકે એવી એક પણ બિલ્ડીંગ નથી. તેનો મતલબ કે ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડીંગોની યાદીમાં ગુજરાતને આવવા માટે બીજા 10 વર્ષની રાહ જોવી પડશે. ભારતની સૌથી ઊંચી બિલ્ડીંગ 100 માળની બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના શહેરી વિકાસ પ્રધાને જાહેરાત કરી હતી, તેને પણ આજે 18 વર્ષ થઈ ગયા છે. પણ 32 માળ સુધી પણ બનાવી શકાઈ નથી.

ગુજરાતમાં હાલમાં 32 માળની બિલ્ડીંગો સૌથી ઉંચી!
ઊંચા મકાનો બનાવવામાં ગુજરાતના સુરત અને અમદાવાદ શહેરો અત્યંત પછાત જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં હાલમાં 32 માળની બિલ્ડીંગો અમદાવાદમાં 3 બની રહી છે. જેમાં બે સાયન્સ સિટી માર્ગ અને એક એસજી હાઈવે જજીસ બંગલા માર્ગના છેડા પર બની રહી છે. ભારતમાં ઊંચી બિલ્ડીંગોની દરખાસ્તો સરકારમાં આવી છે તેમાં 27 બિલ્ડીંગો છે જેમાં પણ ભારતની સૌથી ઊંચી બિલ્ડીંગોમાં ગુજરાતની એક પણ નથી. જ્યારે 6 શહેરોની છે.

ભારતમાં 100 સૌથી ઊંચી ઇમારતો કંઈ છે?

નામ -    ઊંચાઈ -     માળ

1 લોખંડવાલા મિનર્વા - 301 મીટર / 986 ફૂટ - 78
2 વર્લ્ડ વન – 280 મી / 919 ફૂટ – 76
3 વર્લ્ડ વ્યૂ - 278 મીટર / 911 ફૂટ - 73
4 લોધા પાર્ક કિયારા - 267 મીટર - 876 ફીટ - 78
5 લોધા પાર્ક અલ્લુરા – 266 મીટર / 874 ફૂટ – 81
6 લોધા પાર્ક પાર્કસાઈડ – 266 મીટર / 874 ફૂટ – 81
7 ટ્રમ્પ ટાવર - 266 મીટર / 874 ફૂટ - 79
8 લોધા પાર્ક માર્ક્વિસ – 264 મીટર / 866 ફૂટ – 77
9 નાથાણી હાઇટ્સ - 262 મીટર / 858 ફૂટ - 72
10 ધ ઈમ્પીરીયલ I - 256 m/840 ft - 60
11 ધ ઈમ્પીરીયલ II - 256 મી / 840 ફૂટ - 60
12 ધ 42 કોલકાતા - 249 મીટર / 817 ફૂટ - 65
13 આહુજા ટાવર્સ - 248 મીટર / 815 ફીટ - 54
14 ફોર સીઝન ખાનગી રહેઠાણ – 248 મી / 814 ફૂટ – 62
15 એક અવિઘ્ના પાર્ક – 247 મી / 810 ફૂટ – 61
16 ક્રેસન્ટ બે ટાવર 6 – 239 મીટર / 784 ફૂટ – 59
17 ઓરિસ સેરેનિટી ટાવર 1 - 235 મીટર / 771 ફૂટ - 69
18 ઓરિસ સેરેનિટી ટાવર 2 - 235 મીટર / 771 ફૂટ - 69
19 લોધા વેનેઝિયા - 227 મીટર / 744 ફૂટ - 65
20 સ્કાય સિટી બોરીવલી ઇ – 226 મીટર – 741 ફૂટ – 66
21 અલ્ટીમસ - 225 મીટર / 740 ફૂટ - 46
22 સલ્સેટ 27 ટાવર એ - 225 મીટર / 739 ફૂટ - 64
23 સલ્સેટ 27 ટાવર બી – 225 મી / 739 ફૂટ – 64
24 વર્લ્ડ ક્રેસ્ટ - 225 મીટર / 737 ફૂટ - 60
25 થી ICC – 223 મીટર / 732 ફૂટ – 68
26 ક્રેસન્ટ બે ટાવર 5 – 223 મીટર / 730 ફૂટ – 61
27 ઈન્ડિયાબુલ્સ સ્કાય સ્યુટ – 220 મીટર / 722 ફૂટ – 52
28 ઓમકાર અલ્ટા મોન્ટે ટાવર ડી – 219 મી / 719 ફૂટ – 64
29 બોરીવલી ટાવર A ખાતે 29 સ્કાય સિટી - 219 મીટર / 719 ફૂટ - 64
30 બોરીવલી ટાવર બી ખાતે 30 સ્કાય સિટી – 219 મી/719 ફૂટ – 64
31 બોરીવલી ટાવર ખાતે 31 સ્કાય સિટી C – 219 m/719 ft – 64
32 બોરીવલી ટાવર ખાતે 32 સ્કાય સિટી D – 219 m/719 ft – 64
33 રાહેજા ઈમ્પેરિયા-I – 214 મી/702 ફૂટ – 52
34 બ્લુ એસ્ટેટ અને ક્લબ - સ્કાય બ્લુ - 214 મી/701 ફૂટ - 56
35 લોધા અઝુરો - 213 મી/698 ફૂટ - 61
36 ઈન્ડિયાબુલ્સ સ્કાય ફોરેસ્ટ – 210 મી/689 ફૂટ – 51
37 ક્રેસન્ટ બે ટાવર 4 - 207 મી/677 ફૂટ - 56
38 સેલેસ્ટિયા સ્પેસ ટાવર A – 202 m/663 ft – 59
30 સેલેસ્ટિયા સ્પેસ ટાવર બી - 202 મી/663 ફૂટ - 59
40 કોહિનૂર સ્ક્વેર ટાવર A – 202 મીટર / 662 ફૂટ – 49
41 ઓબેરોય એનિગ્મા ટાવર 1 – 201 મીટર / 659 ફૂટ – 59
42 ઓબેરોય એનિગ્મા ટાવર 2 – 201 મીટર / 659 ફૂટ – 59
43 કલ્પતરુ અવના - 201 મીટર / 659 ફૂટ - 52
44 ક્રેસન્ટ બે ટાવર 3 – 200 મીટર / 656 ફૂટ – 54
45 ઓમકાર અલ્ટા મોન્ટે ટાવર સી - 198 મી / 650 ફૂટ - 58
46 એક આઈસીસી - 198 મી / 648 ફૂટ - 60
47 લોધા બેલિસિમો ટાવર 2 - 198 મી / 648 ફૂટ - 53
48 લોધા બેલિસિમો - 198 મીટર / 648 ફૂટ - 48
49 લોધા અલ્ટામાઉન્ટ - 195 મીટર / 640 ફૂટ - 43
50 રાહેજા વિવરિયા 1 - 194 મીટર / 636 ફૂટ - 45
51 રાહેજા વિવરિયા 2 - 194 મીટર / 636 ફૂટ - 45
52 રાહેજા વિવરિયા 3 - 194 મીટર / 636 ફૂટ - 45
53 રાહેજા વિવરિયા 4 - 194 મીટર / 636 ફૂટ - 45
54 અશોકા ટાવર્સ ડી - 193 મીટર / 633 ફૂટ - 49
55 ઓર્કિડ વુડ્સ 1 - 190 મી / 623 ફૂટ - 55
56 ઓર્કિડ વુડ્સ 2 - 190 મીટર / 623 ફૂટ - 55
57 ઓર્કિડ વુડ્સ 3 - 190 મી / 623 ફૂટ - 55
58 ક્રેસન્ટ બે ટાવર 2 - 187 મીટર / 615 ફૂટ - 50
59 બ્લુ એસ્ટેટ અને ક્લબ - વિસ્ટા બ્લુ - 187 મી / 614 ફૂટ - 51
60 એક લોઢા સ્થળ - 183 મીટર / 600 ફૂટ - 28
61 ઉર્મિ એસ્ટેટ - 182 મીટર / 597 ફૂટ - 41
62 ઓબેરોય એસ્ક્વાયર એ - 181 મીટર / 594 ફૂટ - 53
63 ઓબેરોય એસ્ક્વાયર બી - 181 મીટર / 594 ફૂટ - 53
64 ઓબેરોય એસ્ક્વાયર સી – 181 મીટર / 594 ફૂટ – 53
65 પ્લેનેટ ગોદરેજ - 181 મીટર / 594 ફૂટ - 51
66 ક્રેસન્ટ બે ટાવર 1 - 181 મીટર / 594 ફૂટ - 49
67 ઓમકાર અલ્ટા મોન્ટે ટાવર એ - 180 મીટર / 591 ફૂટ - 53
68 વેવ લાઈવવર્કસ, નોઈડા - 180 મી / 591 ફૂટ - 46
69 સુપરટેક નોવા ઈસ્ટ, નોઈડા - 180 મી/591 ફૂટ - 44
70 સુપરટેક નોવા વેસ્ટ, નોઈડા - 180 મીટર/591 ફૂટ - 44
71 સનશાઇન ટાવર - 180 મીટર/591 ફૂટ - 40
72 વેવ વન નોઇડા, નોઇડા - 179 મી/587 ફૂટ - 41
73 લોધા પ્રાઇમરો - 178 મીટર/584 ફૂટ - 52
74 સર્વોદય ઊંચાઈ - 178 મીટર/584 ફૂટ - 52
75 IREO વિક્ટરી વેલી ટાવર A, ગુડગાંવ - 178 m/584 ft - 51
76 RA રેસિડેન્સ ટાવર A - 177 m/581 ft - 50
77 RA રેસિડેન્સ ટાવર B - 177 m/581 ft - 50
78 વિક્ટોરિયન - 175 m/574 ફૂટ - 48
79 વિક્ટોરિયા ટાવર - 175 મીટર / 573 ફૂટ - 45
80 ધ રૂબી - 174 મીટર / 569 ફૂટ - 41
81 રહેઠાણ એન્ટિલિયા - 173 મીટર / 568 ફૂટ - 27
82 બ્લુ એસ્ટેટ અને ક્લબ - આઇરિસ બ્લુ - 172 મીટર / 566 ફૂટ - 47
83 વસંત ગ્રાન્ડિયર – 172 મીટર / 564 ફૂટ – 38
84 ઓબેરોય ઉત્કૃષ્ટ ટાવર 1 – 170 મીટર / 558 ફૂટ – 50
85 ઓબેરોય ઉત્કૃષ્ટ ટાવર 2 – 170 મીટર / 558 ફૂટ – 50
86 ઓબેરોય ઉત્કૃષ્ટ ટાવર 3 – 170 મીટર / 558 ફૂટ – 50
87 આર્ટેશિયા - 167 મી / 549 ફૂટ - 47
88 25 દક્ષિણ ટાવર એ - 167 મીટર / 548 ફૂટ - 49
89 રબરવાલા એયોન - 167 મી/548 ફૂટ - 49
90 અર્બના ટાવર 2, કોલકાતા - 165 મી/541 ફૂટ - 46
91 અર્બના ટાવર 3, કોલકાતા - 165 મી/541 ફૂટ - 46
92 ઈન્ડિયાબુલ્સ સ્કાય - 164 મી/538 ફૂટ - 48
93 એક્વેરિયા ગ્રાન્ડે ટાવર A – 164 m/538 ft – 41
94 એક્વેરિયા ગ્રાન્ડે ટાવર બી – 164 મીટર/538 ફૂટ – 41
95 અક્ષાંશ, ગુડગાંવ - 161 મીટર/527 ફૂટ - 44
96 તબ્રિઝ ટાવર - 158 મીટર/518 ફૂટ - 45
97 તિરુમાલા આવાસ - 158 મીટર/518 ફૂટ - 42
98 RNA મિરાજ – 158 m/518 ft – 41
99 ડીએલએફ કેમેલીઆસ, ગુડગાંવ - 156 મી / 512 ફૂટ - 39
100 MVRDC - 156 m / 512 ft - 35

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news