Tiku Talsania: ગુજરાતી કોમેડી એક્ટર ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

Tiku Talsania Heart Attack: દિગ્ગજ એક્ટર અને કોમિક ટાઇમિંગ માટે પ્રખ્યાત ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક આવ્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ડોક્ટરોની એક ટીમ તેમના પર નજર રાખી રહી છે.

Tiku Talsania: ગુજરાતી કોમેડી એક્ટર ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

પીઢ અભિનેતા અને હાસ્ય કલાકાર ટીકુ તલસાનિયાને હૃદયરોગનો હુમલો આવ્યો છે. તેમની હાલત હજુ પણ ગંભીર છે. જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ૭૦ વર્ષના છે. રિપોર્ટ અનુસાર, ડોક્ટરોની એક ટીમની દેખરેખ હેઠળ છે. ટીકુએ 'સર્કસ', 'હંગામા', 'સ્પેશિયલ 26', 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા!' અને દેવદાસ જેવા સુપરહિટ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. ટેલી ચક્કરના જણાવ્યા મુજબ, ટીકુની હાલત હજુ પણ ગંભીર છે.

ટીકુ તલસાનિયાએ ૧૯૮૪માં દૂરદર્શનના લોકપ્રિય શો 'યે જો હૈ જિંદગી'થી અભિનયની શરૂઆત કરી હતી. તેમણે ટીવી અને ફિલ્મોમાં ફક્ત કોમિક ભૂમિકાઓ જ ભજવી હતી. ટીવી અને ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત, તેમણે ઘણું થિયેટર પણ કર્યું. તેમણે હિન્દી, મરાઠી અને ગુજરાતી થિયેટરમાં કામ કર્યું છે. તેઓ છેલ્લે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'માં જોવા મળ્યા હતા.

ટીકુ તલસાનિયાએ સલમાન ખાન અને આમિર ખાન અભિનીત ફિલ્મ 'અંદાજ અપના અપના'માં ઇન્સ્પેક્ટર પાંડેની ભૂમિકા ભજવી હતી અને પોતાની કોમિક શૈલીથી લોકોને એક યાદગાર કૈરેક્ટર આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે 2003 માં આવેલી ફિલ્મ 'હંગામા' માં પોપટ સેઠનું બીજું રમુજી અને યાદગાર પાત્ર ભજવ્યું હતું. 90ના દાયકામાં દર વર્ષે તેમની 5-8 ફિલ્મો રિલીઝ થતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news