TMKOC: તારક મહેતા...ના 'સોઢી' વિશે અત્યંત ચોંકાવનારો ખુલાસો, ખાવા-પીવાનું છોડી દીધુ કારણ કે...જાણીને આંખો ભીની થઈ જશે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થઈ ગયેલા ગુરુચરણ સિંહ વિશે તેમની મહિલા મિત્ર ભક્તિ સોનીએ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જાણીને તેમના ફેન્સ ચોધાર આંસુએ રડશે.
Trending Photos
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં સોઢીની ભૂમિકા ભજવનારા અભિનેતા ગુરુચરણ સિંહ એકવાર ફરીથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેતાએ મંગળવારે એક વીડિયો શેર કરીને જાણકારી આપી હતી કે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. આ સાથે જ એવું કહેતા નજરે ચડ્યા કે તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. બ્લડ ટેસ્ટ કરાવ્યા છે. જલદી મારા સ્વાસ્થ્ય અંગે અપડેટ આપીશ. તેઓ આઈવી ડ્રિપમાં જોવા મળ્યા અને હવે તેમની ખાસ મિત્ર ભક્તિ સોનીએ અભિનેતાની હેલ્થ અંગે એક ચોંકાવનારી અપડેટ આપી છે.
ખાવાનું પીવાનું છોડી દીધુ?
મીડિયા રિપોર્ટ મુજબ વિક્કી લાલવાની સાથે એક ઈન્ટરવ્યુમાં ગુરુચરણ સિંહની મિત્ર ભક્તિ સોનીએ ખુલાસો કર્યો કે અભિનેતાએ છેલ્લા કેટલાક દિવસથી ખાવાનું પીવાનું છોડી દીધુ છે. જેના કારણે તેમને નબળાઈ આવી ગઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. સોનીએ કહ્યું કે ખાવાનું પીવાનું છોડી દેવાના કારણે તેમની આ હાલત થઈ છે. જ્યારથી તેઓ ગુમ થયા અને પાછા આવ્યા ત્યારથી તેમણે ખાવા પીવાનું છોડી દીધુ હતું.
વધુમાં તેમણે કહ્યું કે, ખાવાનું તો તેઓ ખાતા નહતા અને છેલ્લા 19 દિવસથી તેમણે પાણી સુદ્ધા નથી પીધુ. જેના કારણે તેમને નબળાઈ આવી ગઈ અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જ્યારે તેઓ પાછા આવી ગયા અને ગાયબ થયા તે પહેલા પણ તેઓ બીમાર હતા. તેમણે કામ મેળવવાની ખુબ કોશિશ કરી પરંતુ તેમને કશું મળ્યું નહીં. તેઓ સંન્યાસ લેવા માંગતા હતા.
એટલું જ નહીં ભક્તિ સોનીએ તો એમ પણ કહ્યું કે, '13 જાન્યુઆરી કે 14 જાન્યુઆરી સુધી મને એ ખબર પડી જશે કે તેઓ આ ધરતી પર રહેશે કે નહીં...'એ તેમના શબ્દો છે. તેમના માતા અને પિતાજી તેમના સ્વાસ્થ્યને લઈને ખુબ ચિંતિત છે. પરંતુ ગુરુચરણ કોઈનું સાંભળતો નથી. ભક્તિ સોનીએ વધુમાં કહ્યું કે તેમના પરિવારમાં પ્રોપર્ટીને લઈને પણ થોડા ઝઘડા ચાલે છે.
ઈટાઈમ્સ સાથે વાતચીતમાં ભક્તિ સોનીએ કહ્યું કે હું તેમને મળી નથી પરંતુ તેમની માતા તેમના વિશે મને જણાવતા રહે છે. તેમની તબિયત ખુબ ખરાબ છે. એકવાર હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતાં પરંતુ પાછા ઘરે લાવવામાં આવ્યા. જો કે તબિયત ફરીથી બગડી અને ફરીથી તેમને હોસ્પિટલ લઈ જવાયા. તેમના પર 1.2 કરોડ રૂપિયાનું દેવું છે. તેમના પિતા પાસે 55 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પરંતુ ભાડુઆતો તે સંપત્તિ ખાલી કરી રહ્યા નથી. જો આ મામલો ઉકેલાઈ જાય તો તેમનું બધુ દેવું ચૂકવાઈ જાય.
ભક્તિ સોનીએ એમ પણ કહ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ તેમની આર્થિક મદદ કરી નથી. તેઓ એક આધ્યાત્મિક વ્યક્તિ છે અને ગુરુના આહ્વાન પર ભરોસો ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે