Indian Railways: આજથી બદલાઇ જશે રેલવેનો મોટો નિયમ, ટિકિટ બુક કરાવતાં પહેલાં જાણી લો નહી તો થશે સમસ્યા
Indian Railways Latest News:જો તમે પણ રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો તમારા માટે ખૂબ જરૂરી છે. હવે ટિકીટ બુક કરતાં પહેલાં ઇન્ડીયન રેલવેના નવા નિયમને જાણી લો. જોકે આજથી ઇન્ડીયન રેલવેના ટાઇમ ટેબલમાં ફેરફાર થવા જઇ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: Indian Railways Latest News:જો તમે પણ રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો તમારા માટે ખૂબ જરૂરી છે. હવે ટિકીટ બુક કરતાં પહેલાં ઇન્ડીયન રેલવેના નવા નિયમને જાણી લો. જોકે આજથી ઇન્ડીયન રેલવેના ટાઇમ ટેબલમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત બે વર્ષ બાદ રેલવેનું નવું ટાઇમ ટેબલ એક નવેમ્બરથી લાગૂ થઇ રહ્યું છે. એવામાં રેલવે વિભાગ પૂરજોરથી તેની તૈયારી કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમય બાદ બદલાઇ રહેલા રેલવેના ટાઇમ ટેબલમાં ઘણું બધુ અલગ હશે. આવો જાણીએ વિસ્તારપૂર્વક...
રેવલે લાવી રહ્યું છે નવું ટાઇમ ટેબલ
એક નવેમ્બરથી પ્રયાગરાજ મંડળના તમામ રેલવે સ્ટેશનો પરથી પસાર થનાર ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થશે. ગત વર્ષે મે મહિનાથી રેલવે સ્પેશિયલ અને ફેસ્ટિવલ ટ્રેનોનું સંચાલન કરી રહી છે. નવું ટાઇમ ટેબલ લાગૂ થયા બાદ આ ટ્રેનોમાંથી સ્પેશિયલ અને ફેસ્ટિવલ ટ્રેનનો દરજ્જો દૂર થઇ શકે છે.
ગત વર્ષે લોકડાઉન બાદ રેલવેએ સૌથી પહેલાં રાજધાની એક્સપ્રેસનું સંચાલન શરૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી તમામ રાજધાની એક્સપ્રેસને સ્ટેશિયલ ટ્રેનના રૂપમાં દોડાવવામાં આવી. રેલવેના એક વરિષ્ઠ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝના અનુસાર રેલવેની જે ટ્રેનોમાં બિન મોનસૂન સમય લાગૂ કરવામાં આવ્યો છે.
જુઓ ટ્રેનોની યાદી
ગાડી નંબર 09331/09332 કોચુવેલી-ઇન્દોર-કોચુવેલી (સાપ્તાહિક) વિશેષ
ગાડી નંબર 09262/09261 પોરબંદર-કોચુવેલી- પોરબંદર (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
ગાડી નંબર 09578/09577 જામનગર- તિરૂનેલવેલી-જામનગર (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
ગાડી નંબર 09424/09423 ગાંધીધામ- તિરૂનેલવેલી- ગાંધીધામ (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
ગાડી નંબર 09260/09259 ભાવનગર-કોચુવેલી- ભાવનગર (સાપ્તાહિક) એક્સપ્રેસ સ્પેશિયલ
ગાડી નંબર 02908/02907 હાપા-મડગાંવ-હાપા (સાપ્તાહિક) એક્સપ્રેસ વિશેષ
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાની પહેલી લહેર બાદ ટ્રેનોના સંચાલન ઝીરો નંબરથી શરૂ થયું. પરંતુ ધીમે ધીમે સ્થિતિ પાટા પર પર આવતાં જ 95 ટકા ટ્રેનો અત્યાર સુધી પાટા પર આવી ગઇ છે. એવામાં રેલવે મંત્રાલય લાંબા સમયથી મંથન ચાલી રહ્યું છે કે એક નવેમ્બરથી લાગૂ થનાર નવી ટાઇમ ટેબલથી ટ્રેન નંબર આગળનો ઝીરો હવે હટાવી દેવામાં આવશે.
આ પહેલાં 2019 આવ્યું હતું ટાઇમ ટેબલ
તમને જણાવી દઇએ કે આ પહેલાં રેલવેનું ટાઇમ ટેબલ વર્ષ 2019 માં જ આવ્યું હતું. ત્યારબાદ કોરોનાના લીધે રેલવેમાં ટ્રેનોનું ટાઇમ ટેબલ અટક્યું હતું. એક નવેમ્બરથી નવું ટાઇમ ટેબલ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર મધ્ય રેલવેએ જણાવ્યું કે નવું ટાઇમ ટેબલ એક નવેમ્બરથી લાગૂ થઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે