7th pay commission: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો કેટલો વધશે પગાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જલ્દી વધારો થવાનો છે. સરકાર હોળી પહેલા કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ આપી શકે છે. તમે પણ જાણો આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થવાની સંભાવના છે. 
 
 7th pay commission: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો કેટલો વધશે પગાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને હોળી 2025 પહેલા ખુશીના સમાચાર મળી શકે છે. આ વખતે હોળી 14 માર્ચે છે અને સરકાર હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી સકે છે. આ વધારાથી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો થશે, જેનાથી તેને મોંઘવારીમાં રાહત મળશે.

ક્યારે થશે DA વધારાની જાહેરાત?
હકીકતમાં સાતમાં પગાર પંચ મુજબ વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. પ્રથમ વધારો 1 જાન્યુઆરીથી લાગૂ થાય છે, જ્યારે બીજો 1 જુલાઈથી લાગૂ થાય છે. તેવામાં 2025નો પ્રથમ વધારો જાન્યુઆરીથી લાગૂ થઈ ગયો છે અને હવે માર્ચ 2025માં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

કેટલા ટકા વધશે પગાર?
કર્મચારી સંગઠનો પ્રમાણે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2થી 3 ટકાનો વધારો થઈ શકે છે. તેનો મતલબ છે કે કર્મચારીઓના પગારમાં 360 રૂપિયાથી લઈને 540 રૂપિયા સુધીના વધારાની આશા છે. 

ઉદાહરણ તરીકે જો કોઈ સરકારી કર્મચારીનો બેસિક પગાર 18000 રૂપિયા છે તો 53 ટકા મોંઘવારી ભથ્થા પ્રમાણે તેનું ડીએ 9540 રૂપિયા થાય છે. જો ડીએમાં 2 ટકાનો વધારો થાય છે તો તેનું મોંઘવારી ભથ્થું 9900 રૂપિયા થશે, એટલે કે તેને 360 રૂપિયાનો ફાયદો મળશે. જો ડીએમાં 3 ટકાનો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું 10080 રૂપિયા સુધી પહોંચી જશે, જેનાથી 540 રૂપિયાનો વધારાનો લાભ થશે. 

પેન્શનરોને પણ થશે ફાયદો
આ વધારો સરકારી કર્મચારીઓની સાથે-સાથે પેન્શનરોને પણ મળશે. આ વખતે લગભગ 1 કરોડથી વધુ સરકારી કર્મચારી અને પેન્શનરોને તેનો લાભ મળશે. મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે હોય છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત  (Dearness Relief - DR) કહેવામાં આવે છે. 

માર્ચ 2024માં 4 ટકાનો થયો હતો વધારો
મહત્વનું છે કે પાછલા વર્ષે એટલે કે ઓક્ટોબર 2024માં સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો, જેનાથી ડીએ 53 ટકા પહોંચી ગયું હતું. આ સિવાય માર્ચ 2024માં ડીએમાં 4 ટકાનો વધારો થયો હતો. 

DA ની ગણતરી કઈ રીતે થાય છે?
મોંઘવારી ભથ્થું ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આધારે નક્કી કરવામાં આવે છે. સરકાર છેલ્લા 12 મહિનાના સરેરાશ AICPI ડેટાને ધ્યાનમાં રાખીને DA અને DR રેટ નક્કી કરે છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DA ની ગણના આ ફોર્મ્યુલાના આધારે કરવામાં આવે છે

DA (%) = (છેલ્લા 12 મહિનાની AICPI ની સરેરાશ - 115.76) / 115.76) × 100

જ્યારે જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે આ ગણતરી આ રીતે કરવામાં આવે છે:

DA (%) = (છેલ્લા 3 મહિનાની AICPI ની સરેરાશ - 126.33) / 126.33) × 100

સરકારે 8મું પગાર પંચ મંજૂર કર્યું છે
8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે નવા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. પરંતુ હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. સામાન્ય રીતે પગાર પંચ 2 થી 5 મહિનામાં રચાય છે. 8મું પગાર પંચ લાગુ થવાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 40 થી 50 ટકાનો વધારો થવાની આશા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news