49 વર્ષ જૂની એક એવી વાહિયાત ફિલ્મ, જેના પર 150 દેશોએ લગાવી દીધો હતો પ્રતિબંધ, ડાયરેક્ટરની થઈ હતી હત્યા

Psychological Horror Thriller Ban Movie: એવી ઘણી ફિલ્મો હોય છે, જેને કોઈને કોઈ કારણે ઘણા દેશોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવી રહ્યાં છીએ જેના પર 1-2 નહીં પરંતુ 150 દેશોએ પ્રતિબંધ લગાવ્યો હતો. આ ફિલ્મની ખૂબ આલોચના થઈ હતી. લોકોએ તેનો  વિરોધ કર્યો હતો. તેમ છતાં ફિલ્મએ પોતાના બજેટ કરતા ઘણી કમાણી કરી હતી. આવો તેના વિશે જાણીએ.
 

અત્યાર સુધીની સૌથી વાહિયાત ફિલ્મ

1/5
image

એવી ઘણી ફિલ્મો છે, જે કોઈને કોઈ વિવાદમાં આવે છે કે પછી તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ થાય છે. આ સિવાય એવી પણ ઘણી ફિલ્મો છે, જેને અલગ-અલગ દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવી હોય. આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવી રહ્યાં છીએ જેના પર 1-2 નહીં પરંતુ 150 દેશોએ પ્રતિબંધ લગાવ્યો હતો. આ ફિલ્મના સીન્સને કારણે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

49 વર્ષ પહેલા થઈ હતી રિલીઝ

2/5
image

1975માં આવેલી આ ઇટાલિયન ફિલ્મને અત્યાર સુધીની સૌથી વિવાદિત ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મનું નામ 'સાલો કે સોડોમ કે 120 દિન ' (Salò, or the 120 Days of Sodom)  હતું. આ એક પોલિટિકલ આર્ટ હોરર ફિલ્મ હતી, જેના દિગ્દર્શક પાઓલો પાસોલિની હતા. આ ફિલ્મ માર્ક્વિસ ડી સાડેએ 1785ની નોવલ ધ 120 ડેઝ ઓફ સોડોમ પર આધારિત છે, પરંતુ તેની કહાની બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સેટ કરવામાં આવી છે. આ પાસોલિનીની છેલ્લી ફિલ્મ હતી જેને લઈને ખુબ વિવાદ થયો હતો.

150 દેશોએ લગાવ્યો હતો પ્રતિબંધ

3/5
image

ફિલ્મમાં કેટલાક બાળકોનું અપહરણ કરીને તેમને નાઝીઓની કઠપૂતળી બનાવવામાં આવે છે. ફિલ્મમાં અપહરણ કરાયેલા બાળકો સાથે બળાત્કાર, હત્યા અને ઘણી ભયાનક યાતનાઓને દેખાડવામાં આવી, જેમાં એનલ રેપ જેવી ગંદી હરકતો પણ સામેલ હતી. આ ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં 1993 સુધી પ્રતિબંધિત રહી, પછી 1998માં ફરી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ખાસ વાત તે હતી કે આ ફિલ્મના ડાયરેક્ટર પિયર પાઓલો પાસોલિની પોતાની ફિલ્મનો બચાવ પણ ન કરી શક્યા, કારણ કે રિલીઝ બાદ તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

ફિલ્મમાં જોવા મળનાર સ્ટાર કાસ્ટ

4/5
image

આ ફિલ્મ તેના વિવાદાસ્પદ વિષય તેમજ બોલ્ડ-અપમાનજનક દ્રશ્યોને કારણે વિશ્વભરમાં વિવાદોનો વિષય બની હતી. સ્ટોરી ચાર શ્રીમંત અને ભ્રષ્ટ લોકોની આસપાસ ફરે છે જેઓ 18 કિશોરોનું અપહરણ કરે છે અને ચાર મહિના સુધી તેમને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે ત્રાસ આપે છે. ફિલ્મમાં પાઓલો બોનાચેલી, જ્યોર્જિયો કેટાલ્ડી, અમ્બર્ટો પાઓલો ક્વિન્ટાવલે અને એલ્ડો વેલેટી જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ સિવાય કેટેરીના બોરાટો, એલ્સા ડી જ્યોર્ગી, હેલેન સેર્જર અને સોનિયા સેવિયાંગે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

પ્રતિબંધ છતાં કરી હતી કમાણી

5/5
image

ફિલ્મમાં દેખાડવામાં આવેલા હિંસક સીનો અને અમાનવીય યાતનાઓને કારણે ઘણા દેશોએ પ્રતિબંધ લગાવી દીધો હતો. રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મનું બજેટ લગભગ 6 લાખ ડોલર (5.20 કરોડ રૂપિયા) હતું. પ્રતિબંધને કારણે તેની કમાણીના સાચા આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ઘણા રિપોર્ટ્સ તે દાવો કરે છે કે ફિલ્મએ આંતરરાષ્ટ્રીય સ્તર પર લગભગ 1.8 મિલિયન ડોલર (15.60 કરોડ રૂપિયા) ની કમાણી કરી હતી. આજે પણ આ ફિલ્મ સિનેમાના ઈતિહાસમાં સૌથી વિવાદિત ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે.