ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
Women Shocking Video Viral : મહાકુંભમાં મહિલાઓ પાસે સ્નાનના વીડિયો શૂટ કરાવ્યા... તો આ કેસમાં ગુજરાત સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
Trending Photos
Hospital Medical Check Up Video Viral ઉદય રંજન/અમદાવાદ : મહિલાઓના નગ્ન વીડિઓ વાયરલ અને વેચાણ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરનાર બે સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. આ હેકરોએ 50 હજાર સીસીટીવી કેમેરા હેક કર્યા હતા. જોકે, મહાકુંભ દરમિયાન સંગમમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો ઓનલાઈન વેચવાના કેસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. પ્રયાગરાજના ચંદ્રપ્રકાશ ફૂલચંદ ઉપરાંત, અન્ય યુટ્યુબર્સ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું કહેવાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે યુટ્યુબરોએ આ બધા વીડિયો બનાવવામાં યુવાન છોકરીઓ અને મહિલાઓની મદદ લીધી હતી.
પરિત ધામેલીયાએ જ રાયન પરેરા તેમજ રોહિત સિસોદિયાને હેકિંગ શીખવાડ્યું
સોશિયલ મીડિયામાં ગુજરાતી મહિલાઓનું ચીરહરણ કરનાર હેકર ની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા જેમાં યુટ્યુબ પર મેઘા MBBS નામથી ચેનલ પર અને ટેલિગ્રામ નામની ચેનલ પર ગાયનેક હોસ્પિટલમાં સારવાર લેતી મહિલાઓના વીડિયો પોસ્ટ કરીને વાયરલ કરવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં Youtube ની એક ચેનલ અને telegram ની અલગ અલગ લિંકમાં દેશના અલગ અલગ જગ્યાના મહિલાઓના સીસીટીવી ફૂટેજ અને વીડિયો કે જેમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થાય તેવા વિડિયો વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જે મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધી અલગ અલગ રાજ્યમાંથી છ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે એક youtube ચેનલમાં રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલાની સારવાર ના સીસીટીવી વીડિયો જોવા મળ્યા હતા . જેની તપાસ કરતા સાઇબર ક્રાઈમ એક મોટું દેશવ્યાપી રેકેટ મળી આવ્યું છે. જેને લઈને થોડા દિવસ પહેલા સાયબર ક્રાઇમ દ્વારા મહારાષ્ટ્રના લાતુર સાંગલી અને પ્રયાગરાજ માંથી ત્રણ આરોપી આરોપીની ધરપકડ કરી હતી જેમાં આરોપી પ્રજવલ તૈલી, પ્રજ રાજેન્દ્ર પાટીલ અને પ્રકાશચંદ્ર કુલચંદ ભીંસની નો સમાવેશ થવા પામ્યો છે . જોકે મહારાષ્ટ્રના લાતુર માંથી પકડાયેલો આરોપી પ્રજવલ તૈલી સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈડ હતો, જેની તપાસ કરતા અનેક ચોકાવનારા ખુલાસાઓ થયા હતા અને તેને આધારે સાયબર ક્રાઇમ દ્વારા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સાઈબર ક્રાઈમ દ્વારા પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરનાર મુખ્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે સુરતના પરીત ધામેલીયા, મહારાષ્ટ્રના રાયન પરેરા તેમજ સાંગલીનો વૈભવ માનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પરિત ધમેલિયા અને રાયન પરેરા બંને મુખ્ય આરોપી છે.
એક વર્ષમાં 50,000 થી વધુ સીસીટીવી હેક કરાયા
પોલીસે આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી માંથી સુરતનો પરિત ધામેલીયા અને મહારાષ્ટ્ર વસઈનો રાયન પરેરા બંને મુખ્ય હેકર છે. પાયલ હોસ્પિટલ ના સીસીટીવી આ બંને આરોપીઓએ સાથે મળીને હેક કર્યા હતા તે બાદ તેને વેચવામાં આવ્યા હતા. આરોપી પરિત અને રાયન છેલ્લા એક વર્ષથી સીસીટીવી હેક કરવાની કામગીરી કરી રહ્યા હતા. બંને આરોપીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં 50,000 થી વધુ સીસીટીવી હેક કરવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ સીસીટીવી હેક કરવા માટે જે મેથડનો ઉપયોગ કરતા તેનો પણ ખુલાસો થયો છે. બંને આરોપીઓ સોફ્ટવેર અને ટુલ્સનો ઉપયોગ કરી દેશભરના અલગ અલગ સીસીટીવી માં બ્લુફોર્સ એટેક કરતા હતા. જેમાં કોઈપણ ની સિક્યુરિટી નબળી હોય તે હેક થઈ જતા હતા. બંને આરોપી પરીત અને રાયન શરૂઆતમાં ટેલિગ્રામ અને youtube માં સીસીટીવી હેકિંગના વિડીયો જોઈને શીખતા હતા. જે બાદ તેઓને ટેલિગ્રામ પર એક ગ્રુપમાં એક વ્યક્તિનો સંપર્ક થયો હતો જેના દ્વારા તે ગ્રુપની અંદરથી હેકિંગ કરવાનું શીખ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પરીત અને રાયનની સાથે દિલ્લીના રોહિત સિસોદિયા નામનો આરોપી કે જે હજી પોલીસ પકડથી દૂર છે તે પણ હેકિંગમાં જોડાયેલો છે. પકડાયેલા પરીત અને રાયન તેમજ રોહિત અલગ અલગ જગ્યાઓના સીસીટીવી હેક કરી તેને ટેલિગ્રામ ગ્રુપમાં અન્ય લોકોને વેચતા હોવાનું પણ સામે આવ્યું છે. પાયલ હોસ્પિટલનાં સીસીટીવી હેક થતા તેણે તેનો વિડીયો બે થી ત્રણ હજાર રૂપિયામાં વેચ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈડ પ્રજ્વલ તૈલી નો મિત્ર જે સાંગલી થી ધરપકડ કરવામાં આવી છે તે વૈભવ આરોપી પ્રજવલ ટેલીની youtube ચેનલ અને ટેલિગ્રામ આઈડીમાં અલગ અલગ વીડિયોની માર્કેટિંગ કરતો હતો. તેમજ તેને બેન્ક એકાઉન્ટ પણ આપતો હતો. હાલમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ માંથી સુરતના પરીત ધામેલીયા મુખ્ય હેકર છે, જે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. પરિત ધામેલીયાએ જ રાયન પરેરા તેમજ રોહિત સિસોદિયાને હેકિંગ શીખવાડ્યું છે. રાયન પરેરાએ બી.એમ.એસ નો અભ્યાસ કર્યો છે તેમજ વૈભવ માનેએ બી.ટેક કોમ્પ્યુટર સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે.
એક આઈડી બાંગ્લાદેશથી ઓપરેટ થાય છે
પોલીસની તપાસમાં અને આરોપીનાં મોબાઇલ માંથી વધુ એક instagram નું આઈડી મળી આવ્યું છે જે બાંગ્લાદેશથી ઓપરેટ થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ આઈડી બાંગ્લાદેશનો કોઈ વ્યક્તિ બાંગ્લાદેશમાં જ બેસીને અલગ અલગ વિડીયો ખરીદી અને વેચી રહ્યો છે. આઈડી માં જે મોબાઈલ નંબર છે તે પણ બાંગ્લાદેશનું હોવાનું સામે આવ્યું છે. જોકે આ instagram આઈડી માંથી પોલીસને પાયલ હોસ્પિટલનું વિડિયો પણ મળી આવ્યો છે, જેથી ભારતના વિડિયો વિદેશમાં પણ વેચાણ થતા હોવાનો ખુલાસો થયો છે. પકડાયેલી હેકર્સ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં વીડિયોના વેચાણ કરીને પાંચથી છ લાખ રૂપિયા સુધીની કમાણી કરી છે. આ ઉપરાંત પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હેકર્સ ગેંગ દ્વારા સૌથી વધુ બેડરૂમ અને હોસ્પિટલના સીસીટીવી હેક કરવામાં આવતા હતા. યુવાનોમાં બેડરૂમ અને હોસ્પિટલના સીસીટીવીની સૌથી વધુ ડિમાન્ડ હોવાથી હેકર્સ દ્વારા તે વધુ હેક કરવામાં આવતા હતા. બેડરૂમ અને હોસ્પિટલ સિવાય હેકર્સ દ્વારા મોલ, દુકાનો, કોર્પોરેટ ઓફિસ તેમજ અન્ય જાહેર સ્થળોના સીસીટીવી હેક કરી 50 થી 60 હજાર સીસીટીવી વિડીયો મેળવ્યા હતા. આ તમામ વીડિયો માંથી ફક્ત 10% જ વિડિયો વેચાણ થઈ શકે તેવા હતા
સાઈબર ક્રાઈમ દ્વારા સમગ્ર કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે તેમજ અન્ય એક ફરાર આરોપી રોહિત સિસોદિયાની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે ગઈકાલે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના નવ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સાઈબર ક્રાઈમ દ્વારા લોકોને પણ પોતાના સીસીટીવીની સુરક્ષા વધારવા માટે એક અપીલ કરી છે, જેમાં નેટવર્ક સુરક્ષા મજબૂત કરવા, ફર્મવેર અને સોફ્ટવેર અપડેટ કરવા, NVR / DVR સિસ્ટમને સુરક્ષિત કરવા, વાઇફાઇ નેટવર્કને સુરક્ષિત કરવા, રીમોટ એક્સેસ અને પોર્ટ ફોરવર્ડિંગને મર્યાદિત કરવા, મોનિટરિંગ અને એલર્ટ રહેવા, કલાઉડ સ્ટોરેજનું રક્ષણ કરવા તેમજ સુરક્ષાનું નિયમિત ઓડિટ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.
મહિલાઓ પાસેથી વીડિયો બનાવડાવ્યા, જેથી કોઈને શંકા ન થાય
આ કેસનો સૌથી મોટો ખુલાસો એ છે કે, મહિલાઓના ન્હાતા અને અભદ્ર વીડિયો ઉતારવામાં મહિલાઓનો જ હાથ છે. કારણ કે, મહિલાઓ આવું કામ કરે તો કોઈને શંકા ન જાય. ઉપરથી મહાકુંભના ઘાટ પર મહિલાઓ સરળતાથી વીડિયો બનાવી શકતી હતી, તેથી તેમને નોકરી પર રાખવામાં આવી હતી. વાંધાજનક વીડિયો મહિલાઓ દ્વારા જ શૂટ કરવામાં આવ્યા હતા. હવે ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલની ટીમો આ ગંદા ધંધામાં સામેલ મહિલાઓ અને છોકરીઓ વિશે માહિતી એકઠી કરી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ કડીઓ પણ આપી છે. ઉપરાંત, ઘણા એવા યુટ્યુબર્સના નામ આપવામાં આવ્યા છે, જેઓ વીડિયો વેચવાની ગેંગમાં સામેલ હોઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે