પાકિસ્તાન જીતી જાત, આ ભૂલ પડી ગઈ ભારે...વિરાટ કોહલી 41 રને થઈ ગયો હોત આઉટ
Ind vs Pak : ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે પાકિસ્તાન સામે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચમાં વિસ્ફોટક સદી ફટકારી અને ભારતને 6 વિકેટથી જીત અપાવી. પાકિસ્તાન સામેની મેચમાં બેટિંગ કરતા વિરાટ કોહલીએ મોટી ભૂલ કરી હતી. આ ભૂલ બાદ વિરાટ કોહલી તેની સદી પહેલા જ આઉટ થઈ જાત.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે પાકિસ્તાન સામે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચમાં વિસ્ફોટક સદી ફટકારી અને ભારતને 6 વિકેટથી જીત અપાવી.
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 111 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 90.09ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને 7 ચોગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ માટે વિરાટ કોહલીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સામેની મેચમાં બેટિંગ કરતા વિરાટ કોહલીએ મોટી ભૂલ કરી હતી. આ ભૂલ બાદ વિરાટ કોહલી તેની સદી પહેલા જ આઉટ થઈ જાત. હકીકતમાં વિરાટ કોહલી ફિલ્ડમાં અવરોધ ઊભો કરવા બદલ આઉટ થઈ શક્યો હોત. પરંતુ પાકિસ્તાનને અપીલ કરી નહોતી અને પાકિસ્તાનની આ ભૂલ તેમને ભારે પડી હતી.
હકીકતમાં, ભારતની ઈનિંગની 21મી ઓવર દરમિયાન કોહલીએ કવર અને પોઈન્ટ વચ્ચે હરીસ રૌફના બોલને રમતી વખતે ઝડપી સિંગલ લીધો હતો. ક્રિઝ પર પહોંચતાની સાથે જ તે અચાનક નીચે ઝૂક્યો અને પોતાની તરફ આવતા થ્રોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
કોમેન્ટ્રી બોક્સમાં હાજર ગાવસ્કરે આ અંગે કોહલી પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે તેને બોલને રોકવાની કોઈ જરૂર નહોતી. તે નસીબદાર છે કે કોઈએ અપીલ કરી નથી.બોલને રોકવાની કોઈ જરૂર નહોતી. જો કે, જ્યારે વિરાટ કોહલીએ થ્રો રોક્યો ત્યારે તે આરામથી ક્રિઝની અંદર પહોંચી ગયો હતો.
આ ઘટના ભારતની ઇનિંગની 21મી ઓવર દરમિયાન બની હતી. તે સમયે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર બેટિંગ કરી રહ્યા હતા. જો પાકિસ્તાન ટીમે અપીલ કરી હોત તો વિરાટ કોહલી મેદાનમાં અવરોધ ઉભો કરવા માટે આઉટ થઈ શક્યો હોત. આવી સ્થિતિમાં વિરાટ કોહલી 41 રન પર આઉટ થયો હોત.
Trending Photos