દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા, પિતાનું નામ ન કહો તો પણ ચાલે

મુસ્લિમ દેશોમાં આમ તો ખુબ કડક કાયદા હોય છે. પરંતુ એક દેશ એવો પણ છે જે ખુબ જ મોર્ડન છે અને એવો કાયદો પસાર કર્યો છે કે દુનિયા પણ અચંબામાં પડી ગઈ. 

દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા, પિતાનું નામ ન કહો તો પણ ચાલે

દુનિયાના 50થી વધુ મુસ્લિમ બહુમતીવાળા દેશ છે. જેમાંથી કેટલાક તો ભારતના પાડોશમાં જેમ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ આવેલા છે. મુસ્લિમ દેશોના નામ દઈએ તો પહેલું તો ધ્યાનમાં તેમની બુરખા પહેરેલી મહિલાઓ, લાંબી દાઢી અને સલવાર પાઈજામા પહેરેલા પુરુષોની ઈમેજ સામે આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે ઘણા વિશેષ નિયમો હોય છે. પરંતુ આ બધા કરતા પણ કેટલાક દેશો એવા પણ છે જ્યાં મુસ્લિમ મહિલાઓને ઘણી આઝાદી મળે છે અને આઝાદીથી જીવન પસાર કરે છે. દુનિયામાં ઈસ્લામ માનનારા લગભગ 1.8 અબજ લોકો છે. એટલે કે દુનિયાની કુલ વસ્તીમાંથી 20 ટકાથી વધુ લોકો ઈસ્લામ ધર્મને અનુસરે છે. કેટલાક દેશ એવા છે જે ખુબ લિબરલ છે અને દુનિયાની અર્થવ્યવસ્થાનું કેન્દ્ર બનેલા છે. જેમાંથી એક દેશ તો એટલો બધુ આધુનિક છે કે ત્યાં લગ્ન વગર છોકરીને માતા બનવાની પણ મંજૂરી છે. 

સૌથી વધુ આધુનિક મુસ્લિમ દેશ
ઈસ્લામિક દેશ યુનાઈટેડ આરબ અમીરાત (UAE) દુનિયાનો સૌથી વધુ આધુનિક મુસ્લિમ દેશ ગણાય છે. અહીં કેટલાક વર્ષો પહેલા એવો કાયદો બનાવવામાં આવ્યો કે જેના કારણે અહીં રહેતી છોકરીઓ કે મહિલાઓને લગ્ન કર્યા વગર જ માતા બનવાની મંજૂરી પણ આપવામાં આવી. જો કે આ કાયદો અહીં રહેતા બિન મુસ્લિમ લોકો માટે બનાવવામાં આવ્યો છે. જેને 'ફેડરલ પર્સનલ સ્ટેટસ લો' નામ અપાયું છે. 

લગ્ન, ડિવોર્સથી સંપત્તિના પણ અધિકાર
લગભગ 2 વર્ષ પહેલા જ્યારે UAE આ નિયમ લાવ્યું તો સમગ્ર દુનિયામાં તેની ચર્ચા થઈ હતી. સાઉદી અરબ સરકારે આ લોને એટલો ઉદાર કર્યો કે તેની સરખામણી યુરોપના કોઈ દેશ સાથે કરી શકાય છે. આ લો યુએઈમાં રહેતા બિન મુસ્લિમ લોકોને લગ્ન, ડિવોર્સ, બાળકની કસ્ટડી, સંપત્તિ પર હક, વિલ વગેરે અંગે ખુબ ઉદાર છે. આ કાયદા દ્વારા અહીં રહેતા વિદેશી લોકોને વધુ ધાર્મિક આઝાદી અને તેમના પ્રમાણે જીવવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. 

પિતાનું નામ ઉજાગર  કરવાની જરૂર નથી
અમીર દેશોમાં સામેલ યુએઈએ જે કાયદો બનાવ્યો તે હેઠળ છોકરી લગ્ન વગર માતા બની શકે છે. આ માટે તેણે બાળકના પિતાનું નામ પણ ઉજાગર કરવાની જરૂર નથી. પતિના નામ વગર બાળકનું બર્થ સર્ટિફિકેટ પણ બની શકે છે. આ કાયદા મુજબ યુએઈમાં રહેતી કોઈ બિન મુસ્લિમ છોકરી 21 વર્ષની ઉંમરાં પિતા કે પરિવારની મજરી વગર પોતાની પસંદગીથી લગ્ન કરી શકે છે. બિન મુસ્લિમ દંપત્તિ જો ડિવોર્સ લેવા માંગતા હોય તો તેઓ પરસ્પર સંમતિથી તલાક લઈ શકે છે. કે પછી પતિ અને પત્નીમાંથી કોઈ પણ એક ડિવોર્સ માટે કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. અત્રે જણાવવાનું કે આ કાયદાના સુધારાને 27 નવેમ્બર 2021ના રોજ મંજૂરી મળી હતી. અને કહેવાય છે કે નવો કાયદો 1 ફેબ્રુઆરી 2023થી લાગૂ થયો. આ કાનૂન પાસ થયા બાદ તેને અરબ દુનિયાના ઈતિહાસમાં સૌથી મોટા બદલાવ તરીકે જોવામાં આવી રહ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news