Ola and Uber Merger: ઉબેર સાથે મર્જર થઈ રહી છે ઓલા? કંપનીના સહ-સ્થાપકે આપ્યો આ જવાબ

Ola and Uber Merger: ભારતમાં હાલમાં કેબ સર્વિસ ઘણી પોપ્યુલર થઈ રહી છે એવામાં ઓલા-ઉબેર બે મુખ્ય સર્વિસ પ્રોવાઈડર્સ તરીકે ઉભરી છે. પરંતુ તેમના મર્જરની અટકળોને હવે ઓલા કંપનીના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલે ફગાવી દીધી છે.

Ola and Uber Merger: ઉબેર સાથે મર્જર થઈ રહી છે ઓલા? કંપનીના સહ-સ્થાપકે આપ્યો આ જવાબ

Ola and Uber potential merger: ઇન્ડિયન કેબ એગ્રીગેટર ઓલા અને ઉબેર ટેક્નોલોજીસ ઇન્કના મર્જરના સમાચારને ઓલાના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલે ફગાવી દીધા છે. એક અગ્રેજી સમાચારે ઓલા અને ઉબેરના મર્જરને લઇને રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેનું અગ્રવાલ તરફથી ખંડન કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે બંને કંપનીઓ વચ્ચે મર્જરને લઇને વાતચીત ચાલી રહી છે અને આ અટકળોએ જોર પકડે તે પહેલા જ ઓલાના સહ-સ્થાપકે આ રિપોર્ટને ફગાવતા તેને ખોટો ગણાવ્યો છે.

ઓલાએ ખોટો ગણાવ્યો રિપોર્ટ
ભાવિશ અગ્રવાલે રિપોર્ટને રીટ્વીટ કરતા લખ્યું- એકદમ ખોટો, અમે ઘણા નફામાં છીએ અને સારું કરી રહ્યા છીએ. જો કોઇ કંપની ભારતમાંથી પોતાનો કારોબાર હટાવવા ઇચ્છે છે તો તેમનું સ્વાગત છે! અમે ક્યારે પણ મર્જર કરીશું નહીં. ઓલા જ નહીં પરંતુ ઉબેર તરફથી પણ મર્જરની અટકળોને ફગાવવામાં આવી છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે ઓલાના અધિકારીઓ સાથે આવી કોઈ મિટિંગ પણ થઈ નથી અને કંપની મર્જરનો કોઈ પ્લાન પણ બનાવી રહી નથી.

— Bhavish Aggarwal (@bhash) July 29, 2022

ઓલા અને ઉબેર બંને કંપનીઓને હાલના સમયમાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણ છે કે ઓલાએ પોતાનો ગ્રોસરી બિઝનેસ બંધ કરી દીધો હતો અને આ રીતે ઉબેર ઈટ્સ સર્વિસને ઉબેરે ઝોમેટોને વેચી દીધી હતી. બંને જ કંપનીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા છે અને આ કારણથી કસ્ટમર્સને ઘણી ઓફર પણ આપવામાં આવી. આ કારણથી ઓલા અને ઉબેરને અમુક અંશે બિઝનેસમાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news