માત્ર એક વોટથી ગુજરાતમાં ચૂંટણી જીત્યા સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. સાત બોર્ડની 28 બેઠકોમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. પરંતુ છોટાઉદેપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની માત્ર 1 મતે જીત થઈ છે. 

માત્ર એક વોટથી ગુજરાતમાં ચૂંટણી જીત્યા સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર

છોટાઉદેપુરઃ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. મોટા ભાગની નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટી કબજો કરી રહી છે. તો કેટલીક જગ્યાએ કોંગ્રેસ, અન્ય પાર્ટી અને અપક્ષોને પણ જીત મળી છે. ચૂંટણીમાં એક-એક મતનું ખુબ મહત્વ હોય છે. ક્યારેક હાર-જીતનો નિર્ણય માત્ર એક મતથી થતો હોય છે. ત્યારે છોટાઉદેપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર માત્ર 1 મતે ચૂંટણી જાત્યા છે. 

માત્ર 1 મતથી જીત
ગુજરાતમાં 66 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં છોટાઉદેપુર નપાની પણ ચૂંટણી યોજાઈ હતી. 16 ફેબ્રુઆરીએ મતદાન બાદ આજે પરિણામ જાહેર થયું છે. છોટાઉદેપુર નગરપાલિકામાં આ વખતે સમાજવાદી પાર્ટીએ છ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. સપાના તમામ છ ઉમેદવારોએ જીત પણ મેળવી છે. પરંતુ સપાના એક ઉમેદવારને માત્ર એક મતે જીત મળી છે. સપાના ઉમેદવાર મુફીર શેખને1 મતે જીત મળી છે.

સમાજવાદી પાર્ટીએ છોટાઉદેપુર નગરપાલિકામાં પોતાના છ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં મૂફીર શેખ પણ હતા. મૂફીર શેખને માત્ર એક મતે જીત મળી છે. એટલે કે ચૂંટણીમાં એક-એક મતનું કેટલું મહત્વ હોય છે તે ફરી જોવા મળ્યું છે. સમાજવાદી પાર્ટીના તમામ છ ઉમેદવારોએ જીત બાદ લોકોનો આભાર માન્યો હતો. આ સાથે સમાજવાદી પાર્ટી 6 ઉમેદવારોની જીત સાથે નપાનું બોર્ડ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. 

છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી પરિણામ (કુલ વોર્ડ-7, કુલ બેઠક- 28)
ભાજપ : 8
કોંગ્રેસ : 1
બસપા : 4
અપક્ષ : 5
ગુજરાત સર્વસમાજ પાર્ટી : 4
સપા : 6

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news