સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, પહેલીવાર 2 નગરપાલિકા પર રાજ કરશે
Samajwadi Party Giant Win In Sthanik Swaraj Election Result 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છવાયો ભાજપનો જાદુ.. 68માંથી 59થી વધુ પાલિકામાં ભાજપની જીત.. જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ ભાજપનો કબજો.. 1 પાલિકામાં જીતથી કોંગ્રેસનું ખાતુ ખૂલ્યું..
Trending Photos
Sthanik Swaraj Election Result 2025 : સત્તાની સચોટ ભવિષ્યવાણી આજદિન સુધી કોઈ કરી શક્યુ નથી. સત્તા ક્યારે એકના હાથમાંથી સરકીને બીજાના હાથમાં જતી રહે તે કહેવાય છે. અહીં નસીબના નહિ, રાજકીય સોગઠાના ખેલ રમાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ વિચારી ન શકે તેવા પરિણામોમાં ઉલટફેર જોવા મળ્યો છે. સત્તા ભલે ભાજપ પાસે ગઈ છે, પરંતુ કેટલાક પરિણામોએ તો ભાજપને પણ ચોંકાવી દીધા છે. આ ચૂંટણીથી ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનો ઉદય થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી પાસે સત્તા ગઈ છે. સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે તેવું કહી શકાય. ગુજરાતમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી રાજ કરશે. ગુજરાતની બે નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ, છોટાઉદેપુરમાં સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવાર વિજેતા બન્યા છે.
સમાજવાદી પાર્ટીએ મેદાન માર્યું
પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ 20 અને ભાજપે 8 સીટ પર વિજય મેળવ્યો છે. જ્યારે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ 14 અને ભાજપે 10 સીટ પર વિજય મેળવ્યો છે.
રાણાવાવ નગરપાલિકા કુલ બેઠક : 28
- 08 બેઠક - ભાજપ
- 20 બેઠક - સમાજવાદી પાર્ટી
- રાણાવાવ નગરપાલિકામા સમાજવાદી પાર્ટીની સરકાર બની
છોટાઉદેપુરમાં સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવારો જીત્યા
છોટાઉદેપુર નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મૂફીર શેખની 1 વોટથી જીત થઈ છે. ઉમેદવાર મૂફીર શેખની એક વોટથી જીત થતા તેમના સમર્થકો ભાવુક બન્યા હતા. આ ચૂંટણીમાં 1 વોટનું પણ મહત્વ સમજાયું છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે પહેલીવાર સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જોકે, તમામ 6 ઉમેદવારોની જીત થતા ઉમેદવારોમાં ખુશી છવાઈ છે. નગર પાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવારોની જીત થતા બોર્ડ બનાવવામાં નિર્ણાયક સાબિત થશે. તો બીજી તરફ, સમાજવાદી પાર્ટીની જીત થતા ઉમેદવારોએ લોકોનો આભાર માન્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે