જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, વાંકાનેરમાં પણ બબાલ, કાર્યકર્તાઓ આમને-સામને
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. બીજીતરફ જૂનાગઢ અને વાંકાનેરમાં બબાલના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં પથ્થરમારો થયો છે.
Trending Photos
જૂનાગઢઃ ગુજરાતમાં જૂનાગઢ મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જૂનાગઢ મનપામાં ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો છે. ભાજપે પ્રચંડ જીત સાથે હેટ્રિક ફટકારી છે. જૂનાગઢ મનપાની 60 બેઠકોમાંથી ભાજપના ફાળે 48 જેટલી બેઠકો આવી છે. જ્યારે કોંગ્રેસને 11 બેઠકો પર જીત મળી છે. ચૂંટણીમાં જીત બાદ વિજય સરઘસ દરમિયાન જૂનાગઢમાં બબાલ પણ થઈ છે.
વિજય સરઘસ બાદ વિવાદ
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં વિવાદ થયો છે. વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાનવિવાદ થયો હતો. અહીં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલને ઈજા પણ પહોંચી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણ લોકોની અટકાયત કરી હતી.
જૂનાગઢના વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસના વિજય બાદ નીકળેલા વિજય સરઘસમાં પથ્થરમારો#Gujarat #BreakingNews #News #LocalBodyElections #Congress #BJP pic.twitter.com/LKRwU3jFDl
— Zee 24 Kalak (@Zee24Kalak) February 18, 2025
કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો
જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારે જીત બાદ ઉજવણી કરી હતી. વિજય સરઘસમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોંગ્રેસના વિજય સરઘસમાં પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. બીજીતરફ વાંકાનેરમાં પણ વિવાદના સમાચાર સામે આવ્યા છે. વાંકાનેરમાં વોર્ડ નંબર છમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થવાના સમાચાર છે. ફટાકડા ફોડવા બાબતે અહીં બબાલ થઈ હતી.
હાર બાદ કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા
બીજીતરફ જૂનાગઢ મનપાના વોર્ડ નંબર નવમાં કોંગ્રેસના ઉમેદવાર મહિપાલસિંહ બસિયાની હાર થઈ છે. આ હાર સાથે કોંગ્રેસ ઉમેદવારે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. એટલે કે કોંગ્રેસના ઉમેદવારે પોતાની હારની ગણતરીની કલાકોમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો પહેરી લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે