Gold Rate Today: ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, એક તોલા સોનાનો ભાવ જાણો 

Latest Gold Rate: સોનાના ભાવમાં કાલે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે ફરીથી સોનું અને ચાંદી મોંઘા થયા છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો. 

Gold Rate Today: ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, એક તોલા સોનાનો ભાવ જાણો 

ત્રણ મહિના બાદ ઘરેલુ બજારમાં સોનાના ભાવમાં નવો રેકોર્ડ હાઈ જોવા મળ્યો છે. MCX પર સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ગમે ત્યારે 80 હજાર પાર જઈ શકે છે. એટલે કે કોમોડિટી માર્કેટ પર હાલ જો કોઈ રાજ કરતું હોય તો તે છે ગોલ્ડ. સરાફા બજારમાં તો સોનું નવા રેકોર્ડને હિટ કરી ચૂક્યું છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું પ્લાનિંગ કરતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક રો. 

વાયદા બજારમાં ભાવ
MCX પર સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે અને 79,998 રૂપિયાનું રેકોર્ડ સ્તર સ્પર્શ કર્યું છે. ગ્લોબલ માર્કેટમાં સોનું 3 મહિનાની ઊંચાઈ પર છે અને Comex પર ભાવ $2780 ને પાર પહોંચી ગયો છે. આ વર્ષે સોનું અત્યાર સુધીમાં 4% સુધી મોંઘુ થઈ ચૂક્યું છે. શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 304 રૂપિયાની તેજી સાથે 79,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. કાલે તે 79,626 પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 756 રૂપિયાની તેજી સાથે 91,905 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી હતી જે કાલે 91,149 રૂપિયાના  ભાવે ક્લોઝ થઈ હતી. 

કેમ ચડી રહ્યા છે સોનાના ભાવ
શરાફા વેપારીઓએ કહ્યું કે કિમતી ધાતુઓના ભાવમાં તેજીનું કારણ આભૂષણ અને રિટેલ વેપારીઓની વધતી માંગ સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણ છે. એચડીએફસી સિક્યુરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ કહ્યું કે, અમેરિકી ડોલર અને બોન્ડ યીલ્ડમાં સુધારને કારણે ગુરુવારે સોનાના ભાવ સ્થિરથી નકારાત્મક સ્તર પર રહ્યા. ઓગમોન્ટના શોધ પ્રમુખ રેનિશા ચૈનાનીના જણાવ્યાં મુજબ સોનું રેકોર્ડ ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે. ટેરિફ રેટ પર નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓથી પણ અસર પડી રહી છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 391 રૂપિયા ઉછળીને 80430 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું જે કાલે 80039 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 632 રૂપિયા ઉછળીને 91265 રૂપિયા પ્રતિકિલોની સપાટીએ પહોંચી છે જે કાલે 90633 રૂપિયાની સપાટીએ ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) January 24, 2025

રિટેલ રેટ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/vf624HlukX

— IBJA (@IBJA1919) January 24, 2025

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news