Maruti New Swift: મારુતિની આ નવી કારમાં છે સેફ્ટીની ગેરંટી, 5-સ્ટાર રેટિંગ સાથે 24KMની માઈલેજ!
મારુતિ સુઝુકીનું નામ હંમેશા ભારતમાં સૌથી વધુ વેચાતા વાહનોમાં ટોપ 10માં સામેલ છે. મારુતિ સુઝુકી પણ તેના વાહનોની ગુણવત્તા અને સલામતીને લઈને ખૂબ જ સક્રિય છે.
એરબેગ
મારુતિના પોર્ટફોલિયોમાં નવી સ્વિફ્ટ પ્રથમ હેચબેક છે જે 6 એરબેગ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. કંપનીને પણ આશા છે કે તેને 5 સ્ટાર રેટિંગ મળશે.
એલોય વ્હીલ
ગ્લોબલ સ્વિફ્ટની જેમ આ કારમાં પણ એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાછળના ભાગમાં ડિસ્ક બ્રેક્સ છે.
એન્જિન
JDM સ્વિફ્ટ હાઇબ્રિડમાં 1.2-લિટર Z12E પાવરટ્રેન એન્જિન છે. જેમાં CVT ગિયરબોક્સ માઈલ્ડ-હાઈબ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ટેકનોલોજી
ISG ટેક્નોલોજીની મદદથી આ કારમાં ઈંધણનો વપરાશ ઘટાડી શકાય છે, જે વાહનની માઈલેજ વધારવામાં મદદ કરે છે.
માઇલેજ
સ્વિફ્ટ હાઇબ્રિડ 24.5 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. જો કે, ભારતમાં હાઇબ્રિડ ટેક્નોલોજી વિના પણ, મારુતિ સુઝુકી પાસે 25 kmplની માઇલેજ આપવાની શક્તિ છે.
Trending Photos