ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી, આંકડા કહે છે
National Girl Child Day 2025 : આજે દીકરીઓનો દિવસ છે... દેશમાં જ્યાં સ્ત્રી સશક્તિકરણ ઉભરીને આવ્યું છે, ત્યાં નવા આંકડા કહે છે કે, માતાપિતા પણ હવે દીકરાઓને બદલે દીકરીઓને દત્તક લેવામાં વધુ રસ ધરાવે છે
Trending Photos
National Girl Child Day 2025 : દેશમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. જેનો હેતુ સમાજમાં છોકરીઓને સમાન તકો આપવાનો છે. છોકરીઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવું. થોડા વર્ષો અગાઉ ગુજરાતમાં મહિલા જન્મદરનો પ્રમાણ ઘટી ગયો હતો. જેના માટે અનેક પ્રયાસો કરાયા હતા, જે હવે ફળ્યા છે. નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પર ગુજરાતના જે આંકડા સામે આવ્યા છે, તે સુખદ છે. આ આંકડા દત્તક દેવાતી દીકરીઓના છે.
લેટેસ્ટ અપડેટ અુસાર, ગુજરાતમાં દત્તક લેવાવા સંતાનોમાં દીકરાઓને બદલે દીકરીઓને લેવાનું પ્રમાણ વધારે છે. જરાતમાં વર્ષ 2023-24 માં કુલ 110 બાળકોને દત્તક આપવામાં આવ્યા હતા. આ 110 માં 52 બાળકો અને 58 બાળકીનોઓનો સમાવેશ થાય છે.
બાળક દત્તક લેવા માંગતા 80 ટકા માતાપિતા દીકરીઓને પસંદ કરે છે. આ સ્થિતિ ન માત્ર ગુજરાતની, પરંતું સમગ્ર દેશની છે. 2014-15 થી 2023-24 દરમિયાન ગુજરાતમાંથી અંદાજે 998 બાળકોને માતા-પિતાનો સાથ મળ્યો હતો. આ પૈકી 394 દીકરા અને 509 દીકરીઓનો સમાવેશ થાય છે.
24મી જાન્યુઆરીએ જ શા માટે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવામાં આવે છે?
આ દિવસ ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો છે. 24 જાન્યુઆરી 1966ના રોજ તેમણે પીએમ તરીકે શપથ લીધા હતા. જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. વડાપ્રધાન બનનાર તે દેશની પ્રથમ મહિલા હતી.
કન્યા દિવસ 2025 ની થીમ
દર વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રાષ્ટ્રીય કન્યા દિવસની થીમ નક્કી કરે છે. ગર્લ્સ ડે 2024 ની થીમ "ગર્લ્સ વિઝન ફોર ધ ફ્યુચર" હતી. નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે 2025 ની થીમ છે, 'ઉજ્જવળ ભવિષ્ય માટે છોકરીઓનું સશક્તિકરણ'.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે