આ ખેલાડી પાસે હવે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસી માટેના તમામ દરવાજા બંધ

Team India: ભારતીય ક્રિકેટનો વધુ એક દિગ્ગજ ખેલાડી હાલમાં પોતાના કરિયરના આખરી કગાર પર છે. લાંબા સમયથી આ ખેલાડી ભારતની ટેસ્ટ ટીમમાંથી ડોપ કરવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયામાં હવે આ ખેલાડીની વાપસી લગભગ અશક્ય લાગી રહી છે.

આ ખેલાડી પાસે હવે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસી માટેના તમામ દરવાજા બંધ

Team India: ભારતીય ક્રિકેટનો વધુ એક દિગ્ગજ ખેલાડી હાલમાં પોતાના કરિયરના આખરી કગાર પર છે. લાંબા સમયથી આ ખેલાડી ભારતની ટેસ્ટ ટીમમાંથી ડોપ કરવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયામાં હવે આ ખેલાડીની વાપસી લગભગ અશક્ય લાગી રહી છે. આવી સ્થિતિમાં આ ખેલાડી પાસે હવે માત્ર નિવૃત્તિ લેવાનો જ વિકલ્પ બચ્યો છે. આવનારા સમયમાં જો આ ધાકડ ક્રિકેટર નિવૃત્તિની જાહેરાત પણ કરી દે તો કોઈને પણ નવાઈ નહીં થાય. 4 વર્ષથી સેલેક્ટર પણ આ ખેલાડીને નજરઅદાજ કરી રહ્યા છે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની તક આપી રહ્યા નથી.

આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય કોઈ વિકલ્પ નથી
ભારતના દિગ્ગજ ફાસ્ટ બોલર ઈશાંત શર્માને 4 વર્ષથી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી રહી નથી. તેમ છતાં ઈશાંત શર્માએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નથી. હાલની સ્થિતિને જોતા ઈશાંત શર્માની ટીમ ઈન્ડિયામાં વાપસી હવે લગભગ અશક્ય લાગી રહી છે. ઈશાંત શર્મા હવે 36 વર્ષનો થઈ ગયો છે અને સેલેક્ટરો પણ તેને ભૂલી ગયા છે. જો કે, રાહતની વાત એ છે કે ઈશાંત શર્માને હજુ પણ આઈપીએલમાં રમવાની તક મળી રહી છે. IPL 2025ની સિઝન માટે ઇશાંત શર્માને ગુજરાત ટાઇટન્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

ટીમ ઈન્ડિયાના તમામ દરવાજા બંધ 
ઈશાંત શર્મા પાસે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની પસંદગી હવે જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ અને હર્ષિત રાણા જેવા ફાસ્ટ બોલરો છે. આ સિવાય જરૂર પડવા પર ઓલરાઉન્ડર તરીકે નીતિશ રેડ્ડીની દાવેદારી મજબૂત છે. આ સાથે જ મોહમ્મદ શમી પણ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તેથી જ સેલેક્ટરોએ ઈશાંત શર્માને દૂધમાંથી માખીની જેમ ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દીધો છે.

ટીમ ઈન્ડિયામાં હવે સ્થાન મેળવવું અશક્ય
ઈશાંત શર્માએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2021માં રમી હતી. ઈશાંત શર્મા છેલ્લે નવેમ્બર 2021માં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી કાનપુર ટેસ્ટમાં જોવા મળ્યો હતો. તે મેચમાં ઈશાંત શર્મા એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. નવેમ્બર 2021માં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી કાનપુર ટેસ્ટ બાદ ઈશાંત શર્માને ફરી ક્યારેય ટીમ ઈન્ડિયા માટે રમવાની તક આપવામાં આવી નથી. ઈશાંત શર્મા ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે.

2007માં કર્યું હતું ડેબ્યૂ
ઈશાંત શર્માએ ભારત માટે 105 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેના નામે 311 વિકેટ છે. ઈશાંતે અત્યાર સુધી 80 ODI મેચ રમી છે જેમાં તે 115 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જો કે, ટી20 ક્રિકેટમાં ઈશાંત શર્મા એટલો સફળ રહ્યો ન હતો. તેણે 14 T20 મેચમાં 8 વિકેટ લીધી છે. ઈશાંત શર્માએ વર્ષ 2007માં ટીમ ઈન્ડિયા માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. આ પછી ઈશાંતને બીજા જ મહિને ODI ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. ઈશાંત શર્માએ 2016 પછી ટીમ ઈન્ડિયા માટે એક પણ ODI મેચ રમી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news