Relationship: છોકરીઓ આ સમયે હોય છે સૌથી વધુ સેન્સીટીવ, મિનિટોમાં પાર્ટનરનો મૂડ થઈ જશે રોમાંટિક
Relationship Tips: જો તમે તમારી ગર્લફ્રેન્ડ કે પત્નીને ખુશ કરી રોમાંસ કરવા માંગો છો તો બીજું કંઈ કરવાની જરૂર નથી. તેને સારી રેસ્ટોરન્ટમાં તેની પ્રિય વસ્તુ ખવડાવવા લઈ જાવ... છોકરીઓના મૂડ અને ફૂડ વચ્ચેના ખાસ કનેકશન વિશે એક રસપ્રદ સ્ટડી થઈ છે જેમાં આવું તારણ સામે આવ્યું છે.
Trending Photos
Relationship Tips: કોઈ સારા રેસ્ટોરન્ટમાં ફેવરેટ ફૂડ એન્જોય કરવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ભૂખ અને મૂડ વચ્ચે પણ સંબંધ હોય છે. જો વ્યક્તિનું પેટ ભરેલું હોય અને તેમાં પણ જો તેને મનપસંદ વસ્તુ ખાધી હોય તો તે એનર્જીથી ભરપૂર હોય છે અને તેનો મૂડ પણ સારો હોય છે. જો પેટ ખાલી હોય એટલે કે વ્યક્તિ ભૂખી હોય તો તેનો સ્વભાવ પણ ચીડિયો હોય છે. ઘણી રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે ભોજન કર્યા પછી વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા સુધરી જાય છે. પરંતુ એક ચોંકાવનારો ખુલાસો મહિલાઓને લઈને થયેલી રિસર્ચમાં થયો છે.
એક સ્ટડીમાં મહિલાઓને લઈને એકદમ ચોંકાવનારી વાત સામે આવી છે. આ સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે મહિલાઓ ભોજન કર્યા પછી રોમેન્ટિક મોડમાં આવી જાય છે અને પોતાના પાર્ટનર સામે પોતાના પ્રેમનો ખુલીને ઇઝહાર કરે છે. તેનો અર્થ એ થયો કે ભોજન કર્યા પછી મહિલાઓ વધારે રોમેન્ટિક બની જાય છે.
અમેરિકાની એક યુનિવર્સિટીમાં આ રિસર્ચ થઈ હતી. જેમાં સામે આવ્યું કે ભોજન કર્યા પછી બ્રેન રોમેન્ટિક વસ્તુઓ પ્રત્યે વધારે સક્રિય થઈ જાય છે. મહિલાઓની બાબતમાં દેખાયું કે ભોજન કર્યા પછી તે પોતાના પાર્ટનર તરફથી મળેલા પ્રેમને વધારે સારી રીતે એક્સેપ્ટ કરે છે અને તેની બ્રેન એક્ટિવિટી વધી જાય છે.
આ સ્ટડીમાં રિસર્ચરે ભોજન કર્યા પછી મહિલાઓની બ્રેન એક્ટિવિટીનું એનાલિસ કર્યું અને તેના માટે ફંકશનલ એમઆરઆઇ સ્કેનની મદદ લીધી. સંશોધન કરનારાઓએ જાણવાનો પ્રયત્ન કર્યો કે ભોજન અને રોમેન્ટિક ઉત્તેજનાઓ પ્રત્યે મગજ કઈ રીતે રિએક્ટ કરે છે. આ અધ્યયનમાં જાણવા મળ્યું કે જ્યારે મહિલાઓ ભોજન કરી લે છે તો તેના મગજમાં રોમેન્ટિક ઉત્તેજનાઓને પ્રોસેસ કરવા માટે વધારે એક્ટિવ એરિયા હોય છે. આ એ વાતનો ઈશારો છે કે શારીરિક સંતુષ્ટી પછી ભાવનાત્મક અને રોમેન્ટિક પ્રોસેસિંગમાં સુધારો થઈ જાય છે.
રિસર્ચનું માનવું છે કે જ્યારે શરીરની મુખ્ય જરૂરિયાત પૂરી થઈ જાય છે તો તે ભાવનાત્મક અથવા તો રોમેન્ટિક સંકેતોને ખુલા દિલથી સ્વીકાર કરવાનો મોકો આપે છે. જો તમે તમારા પાર્ટનરને વધારે રોમેન્ટિક બનાવવા માંગો છો તો હવે તેને શોપિંગ કરવાને બદલે તેની ફેવરિટ રેસ્ટોરન્ટમાં લઈ જઈ અને તેને મનપસંદ ભોજન કરાવવું. આમ કરવાથી તે તમારા પ્રેમને વધારે સારી રીતે સમજશે.
રિસર્ચ અનુસાર જ્યારે આપણે ભૂખ્યા પેટ હોય છે ત્યારે મગજ પહેલા શરીરની જરૂરિયાતની પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે શરીરને ભોજન મળી જાય છે તો મગજ સ્થિતિને બદલી શકે છે અને વ્યક્તિને રોમેન્ટિક સંકેતો પ્રત્યે વધારે સેન્સિટીવ બનાવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે