Shattila Ekadashi 2025: ક્યારે છે ષટતિલા એકાદશી? એકાદશી પર ભુલથી પણ આ 5 ભુલ કરવી નહીં, જાણો વ્રત વિધિ
Shattila Ekadashi 2025: ષટતિલા એકાદશીનું વ્રત 25 જાન્યુઆરી 2025 ના રોજ રાખવાનું છે. શાસ્ત્રોમાં આ એકાદશી સંબંધિત ખાસ નિયમ જણાવેલા છે. આ દિવસે કેટલીક ભુલ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થાય છે
Trending Photos
Shattila Ekadashi 2025: પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી આ વર્ષે 25 જાન્યુઆરી 2025 ના રોજ ઉજવાશે. આ એકાદશીને ષટતિલા એકાદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ કરવામાં આવે છે. આ દિવસે પૂજા અને વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને તલનો ભોગ ધરાવવો શુભ અને લાભકારી છે.
શાસ્ત્રોમાં આ એકાદશી સંબંધિત કેટલાક નિયમો પણ જણાવેલા છે. આ દિવસે કેટલીક ભુલ કરવાનું વ્યક્તિએ ટાળવું જોઈએ. આ ભુલ કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે.
ષટતિલા એકાદશીના નિયમો
જ્યોતિષ શાસ્ત્રના જાણકારોના જણાવ્યાનુસાર જે ભક્ત ષટતિલા એકાદશીનું વ્રત કરવાના હોય તેમણે એક દિવસ અગાઉથી તામસિક ભોજનનો ત્યાગ કરી દેવો જોઈએ. એટલે કે એકાદશીના એક દિવસ અગાઉથી ડુંગળી, લસણ અને માંસાહાર ન કરવો.
એકાદશી પર શું ન કરવું ?
1. ષટતિલા એકાદશી પર રીંગણા અને ભાતનું સેવન ન કરવું. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ રીંગણા અને ચોખા ન ખાવા. આમ કરવાથી વ્રતનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે.
2. એકાદશીનું વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આમ કરવાથી વ્રતની પવિત્રતા બની રહે છે.
3. ષટતિલા એકાદશીનું વ્રત કરનારે બેડ પર સુવું નહીં. આ દિવસે જમીન પર સુવાથી વ્રતનો શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે.
4. એકાદશીનું વ્રત કરનારે ખોટું બોલવું નહીં. ખોટું બોલવાથી મન દુષિત થાય છે અને વ્રતનું ફળ મળતું નથી.
5. આ દિવસે પાન ખાવું નહીં. માનવામાં આવે છે કે આ દિવસે પાન ખાવાથી વ્રતનું ફળ મળતું નથી. આ દિવસે ફુલ અને ઝાડ તોડવાની પણ મનાઈ હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે