ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદ

Ambalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે 
 

ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદ

Gujarat Weather Forecast : ગુજરાતનું વાતાવરણ ફરી બગડવાનું છે. ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. જેની અસર જગતના તાત ખેડૂતો પર થશે. હવામાનના આ અપડેટથી રાજ્યના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી છે. ખેડૂતોનો પાક બરબાદ કરવા મોટું માવઠું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના પર એક નજર કરીએ. 

વાદળો આવશે, વરસાદ લાવશે 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે, સવારના સમયે ઠંડી યથાવત રહેશે. 

ક્યાં કેટલુ તાપમાન રહેશે 
આ દિવસોમાં તાપમાન વિશે તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલના ભાગોમાં 10 ડિગ્રીથી નીચું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે છે. જૂનાગઢના ભાગોમાં 14 ડિગ્રી તો રાજકોટમાં 15  ડિગ્રીથી નીચે પારો જશે. જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 16 થી 18 ડિગ્રી તાપમાન રહેશે. આમ, રાજ્યભરમાં મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સુધી જઈ શકે છે. 

ડિસેમ્બર જ નહિ, જાન્યુઆરીમાં પણ માવઠું આવશે 
ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news