પંકજા..નીતેશ..બાવનકુલે..આવી ગયું લિસ્ટ! મહારાષ્ટ્ર કેબિનેટ માટે આ નેતાઓને લાગી મોટી લોટરી
Maharashtra cabinet expansion: મઝાની વાત એ છે કે હજું પણ ફાઈનલ જણાવવામાં આવી રહ્યું નથી કે ગૃહ વિભાગ કોને આપવામાં આવશે પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે શિંદેને સાંઘી લીધા છે અને આ વિભાગ ભાજપ પાસે જ રહેશે. હાલમાં જેમને મંત્રી પદના શપથ લેવા માટે ફોન આવી રહ્યા છે તેમની લોટરી ખુલી ગઈ છે.
Trending Photos
Devendra Fadnavis Government: આખરે મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ બાદ રાજકારણનું વધુ એક મોટું સસ્પેન્સ રવિવારે સમાપ્ત થવા જઈ રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસની મહાયુતિ સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ નાગપુરમાં સાંજે 4 વાગ્યે થશે. લાંબા સમયથી પેન્ડિંગ કેબિનેટ વિસ્તરણને લઈને અટકળોનો સમય હવે પૂરો થઈ ગયો છે. મળતી માહિતી મુજબ ભાજપ, શિવસેના અને એનસીપીના ગઠબંધનમાંથી કુલ 35 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. નાગપુરના રાજભવનમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ધારાસભ્યોને શપથ લેવડાવવા માટે તૈયાર છે. તેમજ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સાથે, ચાલો યાદી પર એક નજર કરીએ.
કોના ચમક્યા સિતારા?
હકીકતમાં મળતી માહિતી મુજબ કેબિનેટમાં સામેલ થનારા નેતાઓને ફોન કોલ્સનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ભાજપના પંકજા મુંડે, નિતેશ રાણે અને ગિરીશ મહાજન જેવા નામોને શપથ માટે બોલાવવામાં આવ્યા છે. શિવસેનામાંથી ગુલાબરાવ પાટીલ, શંભુરાજે દેસાઈ, NCP તરફથી છગન ભુજબળ, અદિતિ તટકરે જેવા દિગ્ગજ નેતાઓના નામ ફાઈનલ માનવામાં આવી રહ્યા છે. જ્યારે, ભાજપે 20 મંત્રી પદોમાંથી કેટલાકને ખાલી રાખવાની યોજના બનાવી છે. શિવસેનાને 13 મંત્રી પદ મળશે અને એનસીપીને 10 મંત્રી પદ મળશે.
ફોર્મૂલા અને વિભાગનું ગણિત
સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપ ગૃહ અને નાણાં મંત્રાલય જેવા મુખ્ય વિભાગો પોતાની પાસે રાખશે. શિવસેના અને એનસીપીને તે વિભાગો મળી શકે છે જે તેમની અગાઉની મહાગઠબંધન સરકારમાં હતા. જો કે આ વખતે શિવસેનાને વધારાનું મંત્રાલય પણ આપવામાં આવી શકે છે. ગિરીશ મહાજન અને રવિન્દ્ર ચવ્હાણ જેવા વરિષ્ઠ નેતાઓને સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.
ફાઇવ સ્ટાર બંગલા તૈયાર
નવા મંત્રીઓ માટે નાગપુરમાં ખાસ ફાઈવ સ્ટાર બંગલા તૈયાર કરવામાં આવ્યા છે. આ બંગલામાં ઓફિસ, બેડરૂમ, ડાઇનિંગ રૂમ અને સિટિંગ એરિયાનો સમાવેશ થાય છે. નાગપુરમાં 16 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્ર પહેલા આ બંગલા નવા મંત્રીઓને સોંપવામાં આવશે.
મહાયુતિનું રાજકીય શક્તિ પ્રદર્શન
કેબિનેટ વિસ્તરણ માટે નાગપુરની પસંદગીને ભાજપની રાજકીય વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ગૃહ જિલ્લામાં આ કાર્યક્રમનું આયોજન કરીને તેઓ પોતાની રાજકીય શક્તિનું પ્રદર્શન કરવા માગે છે. નાગપુરમાં તૈયારીઓની સ્થિતિ એવી છે કે દરેકને એ જાણવાની ઉત્સુકતા છે કે કયા ધારાસભ્યનું નસીબ ખુલશે.
હાલમાં આ કેબિનેટ વિસ્તરણ માત્ર મહાયુતિ સરકારની સ્થિરતા અને મજબૂતીનો સંદેશ આપવાનો પ્રયાસ નથી પરંતુ પાર્ટીની અંદર અને બહારના સમીકરણોને થાળે પાડવાનો પ્રયાસ પણ છે. રસપ્રદ વાત એ છે કે ગૃહ વિભાગ કોને આપવામાં આવશે તે હજુ નક્કી થયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે શિંદેને સાધી લીધા છે અને આ વિભાગ ભાજપ પાસે જ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે