તારીખો બદલાઈ ગઈ! ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા આવી રહ્યું છે માવઠું! જાણો અંબાલાલની સટીક આગાહી

Ambalal Patel's big prediction: ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ, જબરદસ્ત થઈ છે. છેલ્લા 5 દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે, સાવધાન રહેવાની હવે જરૂર છે.. જી હાં, ડિસેમ્બરનો આ મહિનો કાતિલ ઠંડીમાં પસાર કરવાના એંધાણ વર્તાય રહ્યા છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં ખૂબ જ ઠંડી પડવાની આગાહી કરી છે તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરે છે. ઠંડી અને માવઠાનો કેવો રહેશે ગુજરાતમાં દૌર. 

1/8
image

દેશમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે. તેની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળશે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વાદળો છવાશે, જ્યારે ઉત્તરના રાજ્યોમાં ધુમ્મસની સાથે ઠંડીનું મોજું રહેશે અને શિયાળાની તીવ્રતા પણ વધશે. આ વખતે એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાન સક્રિય થયા છે. જાણો કયું વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે? 

2/8
image

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે.. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે.. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર યથવાત રહેશે.

3/8
image

ગુજરાતવાસીઓએ 15 ફેબ્રુઆરી સુધી શિયાળાની ઠંડીનો એહસાસ કરવો પડશે. જેમ ગરમી અને ચોમાસું લાંબુ રહ્યું એ જ રીતે શિયાળો પણ લાંબો ચાલશે. ડિસેમ્બર 14થી 19 તારીખ સુધી તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે. 19 તારીખથી તાપમાનનો પારો ફરીથી ઘટશે અને ઠંડીનો અહેસાસ વધશે.

4/8
image

બીજી તરફ આગામી 48 કલાકમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.. આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.. મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે.. માવઠાની સાથે-સાથે હાડ થીજવતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે..

5/8
image

12મી ડિસેમ્બરે અમદાવાદમાં 13.3 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. 13મી ડિસેમ્બરે સવારે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.. રાજ્યમાં તાપમાનની જો વાત કરવામાં આવે તો નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

6/8
image

લક્ષદ્વીપ અને તેની નજીકના માલદીવ વિસ્તાર પર નીચા દબાણનું ક્ષેત્ર છે, જેની સાથે ચક્રવાતી પરિભ્રમણ પણ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આગામી 24 કલાકમાં તે પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે જ સમયે, શુક્રવારે આંદામાન સમુદ્રના મધ્ય ભાગ અને થાઇલેન્ડના અખાતના અડીને આવેલા વિસ્તારોમાં સક્રિય ચક્રવાતનું પરિભ્રમણ હવે દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના વિસ્તારોમાં સ્થિત છે, જેના કારણે નીચા દબાણનો વિસ્તાર બનશે. 15 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી. શક્યતાઓ છે. આગામી બે દિવસમાં તે તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. અંદામાન સમુદ્રમાં સક્રિય સાયક્લોનિક સરક્યુલેશનની અસર દક્ષિણના રાજ્યોમાં જોવા મળશે. 

7/8
image

તામિલનાડુમાં 16 થી 19 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેરળમાં 18-19 ડિસેમ્બર, પુડુચેરી, તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ કર્ણાટકમાં 17-18 ડિસેમ્બરે ભારે વરસાદ પડશે. તેમજ આ રાજ્યોમાં ગાજવીજ સાથે વીજળી પડી શકે છે.

8/8
image

15 ડિસેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ પડી શકે છે. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવમાં 16-17 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.