કેનેડામાં 7 લાખ ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ લઈને આવશે મોટી મુસીબત, છોડવો પડશે દેશ!

કેનેડાના 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓને આવતા વર્ષે દેશ છોડવો પડી શકે છે. જી હા... કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓની વર્ક પરમિટની મુદત પૂરી થવાના કારણે તેમની ચિંતા વધી ગઈ છે.
 

કેનેડામાં 7 લાખ ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ લઈને આવશે મોટી મુસીબત, છોડવો પડશે દેશ!

કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક હોવાનું જણાય છે. એવામાં ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. કેનેડામાં 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ અસ્થાયી પરમિટની સમયસીમા સમાપ્ત થવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓને આશા છે કે પરમિટની મુદત પૂરી થયા બાદ મોટાભાગના ઈમિગ્રન્ટ્સ કેનેડા છોડી દેશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ સપ્તાહની શરૂઆતમાં આ માહિતી આપી હતી. આ 50 લાખ પરમિટોમાંથી 7 લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓ માટે છે જેઓ ટ્રુડો સરકારની તાજેતરની ઇમિગ્રન્ટ વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે.

નોંધનીય છે કે આવી વર્ક પરમિટ સામાન્ય રીતે નવ મહિનાથી ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. આ ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં કાયમી નિવાસ માટે અરજી કરવા માટે જરૂરી કામનો અનુભવ મેળવવાની મંજૂરી આપે છે. મિલરે કહ્યું કે કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી ઉલ્લંઘન કરનારાઓની જોરશોરથી તપાસ કરી શકે છે. તેમણે માહિતી આપી છે કે તમામ અસ્થાયી સ્થળાંતર કરનારાઓને જવાની જરૂર રહેશે નહીં. મિલરે કહ્યું, "કેટલાકને નવી અથવા અનુસ્નાતક વર્ક પરમિટ આપવામાં આવશે," ગયા મહિનાની શરૂઆતમાં મિલરે ચિંતા વ્યક્ત કરી હતી કે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેનેડામાં સ્થળાંતર કરવા માટે અરજી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ નકલી અરજદારોને બહાર કાઢવાની પ્રક્રિયા ઝડપી બનાવશે.

આ વર્ષે ઓગસ્ટથી પંજાબના વિદ્યાર્થીઓ વિદેશી વિદ્યાર્થીઓ પ્રત્યે કેનેડાની બદલાતી નીતિ સામે બ્રેમ્પટનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને આશા નહોતી કે દેશમાં તેમની સાથે આવો વ્યવહાર થશે. કેનેડાના ઈમિગ્રેશન વિભાગના આંકડા દર્શાવે છે કે મે 2023 સુધીમાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી 3,96,235 પાસે 2023 ના અંત સુધીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી, જે 2018 માં લગભગ ત્રણ ગણી સંખ્યા હતી. 

જો કે, આગામી એક વર્ષમાં લાખો વર્ક પરમિટની સમયસીમા સમાપ્ત થવાની તૈયારીમાં છે અને વિદ્યાર્થીઓ કડક ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે કાયમી રહેઠાણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અગાઉ, કેનેડાએ પહેલાથી જ 2024 માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટમાં 35% ઘટાડો કર્યો હતો. વધુમાં ટ્રુડો સરકાર 2025માં 10%નો વધુ ઘટાડો કરવાની યોજના ધરાવે છે.

આ વાતો વચ્ચે કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલીવરે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની નીતિઓની ટીકા કરી છે. સરકારી આંકડાઓને ટાંકીને તેમણે કહ્યું કે લગભગ 50 લાખ અસ્થાયી રહેવાસીઓએ 2025ના અંત સુધીમાં દેશ છોડવો પડશે. પોલીવરે તર્ક આપ્યો કે ટ્રુડો સરકારની નીતિઓએ અસ્થાયી રહેવાસીઓ માટે અનિશ્ચિતતા ઊભી કરી છે અને તેનાથી દેશને ફાયદો થઈ રહ્યો નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news