Post Office ની ગજબની સ્કીમ; આ રીતે મળશે 8 લાખ રૂપિયા, છે ને રોકાણકારો માટે ફાયદાની વાત!

Post Office માં દરેક ઉંમર અને દરેક વર્ગ માટે સેવિગ્સ સ્કીમ્સ સંચાલિત કરવામાં આવે છે, જેમાં સુરક્ષિત રોકાણની ગેરંટી સાથે શાનદાર પણ રિટર્ન મળે છે. રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પણ આમાં સામેલ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
 

Post Office ની ગજબની સ્કીમ; આ રીતે મળશે 8 લાખ રૂપિયા, છે ને રોકાણકારો માટે ફાયદાની વાત!

Post Office Small Saving Schemes: દરેક વ્યક્તિ પોતાની કમાણીનો અમુક ભાગ બચાવે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત રાખવા ઉપરાંત તેમને મજબૂત વળતર પણ મળે. આ સંદર્ભમાં પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. આમાં પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ એટલે કે Post Office RD નો પણ સમાવેશ થાય છે, જેમાં તમે દર મહિને માત્ર 5000 રૂપિયાનું રોકાણ કરીને 8 લાખ રૂપિયાની મોટી રકમ કમાઈ શકો છો. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં રોકાણ સામે લોન પણ સરળતાથી મળી જાય છે.

સ્કિમમાં મળે છે આટલું વ્યાજ
ગત વર્ષ 2023માં જ સરકારે Post Office Recurring Deposit Scheme પર વ્યાજ દરોમાં વધારો કરી રોકાણકારોને ભેટ આપી હતી. આ નવા દરો ઓક્ટોબર ડિસેમ્બર 2023 ત્રિમાસિકમાં લાગૂ છે. આ સ્કીમમાં રોકાણ પર વ્યાજની વાત કરીએ તો 6.7 ટકાનું વ્યાજદર મળે છે. ઉલ્લેખનીય છે કે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજ દરોમાં સરકાર દ્વારા દર ત્રણ મહિને સંશોધન કરવામાં આવે છે, આ સ્કીમમાં છેલ્લે સંશોધન 29 સપ્ટેમ્બર 2023ના રોજ થયું હતું.

આ રીતે મળશે 8 લાખ રૂપિયાનું ફંડ 
Post Office RD માં રોકાણ અને વ્યાજનું કેલકુલેશન કરવું ખુબ જ સરળ છે અને જો વાત કરીએ તો તમે માત્ર 5000 રૂપિયા પ્રતિ મહિનાની બચત કરીને 8 લાખ રૂપિયાનું ફંડ આ સ્કીમ હેઠળ મેળવી શકો છો, તો અમે તમને જણાવી દઈએ કે તમે પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહીને જો 5000 રૂપિયાનું રોકાણ કરો છો તો પછી તેના મેચ્યોરિટી પીરિયડ એટલે કે પાંચ વર્ષમાં કુલ 3 લાખ રૂપિયા જમા થશે અને તેના પર 6.7 ટકાના વ્યાજ દરથી વ્યાજના રૂપિયામાં 56,830 રૂપિયા જોડવામાં આવશે, એટલે કે કુલ ભેગા થઈને પાંચ વર્ષમાં તમારું ફંડ 3,56,830 રૂપિયા થશે.

હવે તમારે અહીં રોકાવાનું નથી, પરંતુ તમે પોતાના આ આરડી એકાઉન્ટને પાંચ વર્ષ માટે હજુ આગળ વધારી શકો છો. મતલબ આગામી પાંચ વર્ષ માટે જો તમે તેણે એક્સેટેંડ કરો છો તો પછી 10 વર્ષમાં તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ 6,00000 રૂપિયા થશે. તેની સાથે 6.7 ટકાના દરથી આ જમા રકમ પર વ્યાજની રકમ 2,54,272 રૂપિયા થશે. આ હિસાબથી જોશો તો પછી 10 વર્ષની અવધિમાં તમારું જમા કુલ ફંડ 8,54,272 રૂપિયા થશે.

50 ટકા સુધી  લઈ શકો છો લોન
પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ સ્કીમમાં એકાઉન્ટ તમે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ખોલાવી શકો છો. તેમાં 100 રૂપિયાથી રોકાણ સ્ટાર્ટ કરવામાં આવી શકે છે. પોસ્ટ ઓફિસ આરડીની મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો છે, પરંતુ જો તમે આ અવધિ પૂર્ણ થતાં પહેલા એકાઉન્ટ બંધ કરાવવા માંગો છો તો આ સેવિંગ સ્કીમમાં આ સુવિધા પણ મળે છે. ઈન્વેસ્ટર 3 વર્ષ બાદ પ્રી મેચ્યોર ક્લોજર કરાવી શકે છે. તેમાં લોન સુવિધા પણ આપવામાં આવે છે. એક વર્ષ સુધી એકાઉન્ટ ચાલુ રહ્યા બાદ જમા રકમના 10 ટકા સુધીની લોન લઈ શકાય છે. જોકે, લોન પર વ્યાજ દરથી 2 ટકા વદારે હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news